July 21, 2025

ઈદેમિલાદુનનબી નિમિત્તે વિદ્યાર્થીઓને એજ્યુકેશન કિટનું વિતરણ

ઇદેમિલાદુનનબી હુઝુર નબીએ કરમ સ અ વ ના જન્મ દિવસે (યવમે વિલાદત ) ખુદદામે ચિશ્તયા સોસાયટી દ્વારા નશીરી મંઝીલ સલાબતપુરા તાડવાલી મસ્જીદની સામે વિધાથીર્ઓને એજ્યુકેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 1000 કિટનું વિતરણ કરતા પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શફીભાઈ જરીવાલા સાથે ગુલામ નશીર, મોં સલીમબાવા, ડો.ગુલામ નશીર, મોં ઇરફાન, મોહંમદ હારૂન, સાજીદ, શકીલ શેખ, એજાઝ, આરીફ, ઇમરાન, જાબીર, હારૂન ગુલામ ફરીદ, મોં સોહેબ, એહશાન, મોં અમીન, ઇદરીશભાઇ, ગુલામ દસ્તગીર, મોં ઇલ્યાસ, જાવીદભાઇ, ફારૂખ વગેરેએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.