શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના કારોબારી સમિતીના સભ્યોનું સ્નેહમિલન યોજાયું

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના કારોબારી સમિતીના સભ્યોનો પરિવાર સ્નેહમિલન અને પરિવાર માટે ભવિષ્યનું આર્થિક આયોજન કેવી રીતે કરવું જોઈએ તે બાબતે માર્ગદર્શનો કાર્યક્ર્મ યોજાયો હતો. તા.૧૯/૧૨/૨૦૨૩ ને મંગળવારે સાંજે ૭-૩૦ કલાકે અડાજણ વિસ્તારમાં પીપલ્સ ડાઈન હોટલના બેંકવેટ હૉલ માં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના હોદેદારો અને કારોબારી સમિતિનાં સભ્યોના પરીવાર સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા મોટી સંખ્યામાં પરિવારનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમની શરુઆતમાં બ્રહ્મસમાજના પ્રમૂખ શ્રી જયદીપ ઘનશ્યામ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને આમંત્રિત મહેમાનો નુ સન્માન કર્યું હતું. સાથે બ્રહ્મસમાજ સુરતનાં નવા મહામંત્રી તરીકે શ્રી યોગીનભાઈ પાઠકની નિમણુંકની જાહેરાત કરી હતી.વિશેષ ભરૂચ જિલ્લાના અને નવસારી જિલ્લાના પ્રમૂખશ્રીઓનું પણ માર્ગદર્શન મળ્યું હતું. સમાજના અગ્રણી, સહકારી આગેવાન શ્રી રજનીકાંતભાઈ રાવલ ધ્વારા ભરૂચ જિલ્લામાં બ્રહ્મસમાજ માટે ચાલતી શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટી ની માહિતી આપવામા આવી હતી અને તેને આધારે સુરતમાં પણ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી શરુ કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના સમાજના પ્રમૂખ શ્રી ધનંજયભાઈ ભટ્ટ એ પણ તેમના જીલ્લામાં સમાજ માટે થતી પ્રવુત્તિ થી વાફેક કર્યા હતા, ત્યારે સૌથી વિશેષ મેગનેટ મનીના શ્રી ભૌમિકભાઇ શાહ એ પોતાના પરીવાર માટેનું આર્થિક આયોજન કેવી રીતે કરવું, ક્યાં કયાં કરવું તે માટે વિશેષ માર્ગદર્શન આપ્યુ હતું અને પરિવારનું આર્થિક રોકાણ જે કર્યું હોય તેનો સંપૂર્ણ રેકોર્ડ કેવી રીતે કરવો તેની નોંધણી માટે ‘ફેમિલી મસ્ત કનોવ’ ની બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બુકનું મહત્વ એ છે કે કુટુંબનાં મુખ્ય વ્યક્તિ ની ગેરહાજરીમાં નાણાંકીય વ્યવહારની સરળતાથી માહીતી મળી શકે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમૂખશ્રી જયદીપ ત્રિવેદી, નિકુંજભાઈ આચાર્ય, યુવા મહામંત્રી શ્રી રવિ જાની, સંગઠન મંત્રી શ્રી દક્ષેશ ભટ્ટ, વગેરે કાર્યકર્તાએ જહેમત ઉઠાવી હતી.અંતમાં ઉપપ્રમુખ શ્રી બિપીનચંદ્ર ત્રિવેદી એ આ કાર્યક્રમ માં આવેલ મહેમાનો તથા પરિવારો અને પત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર નો આભાર વ્યક્ત કર્યો હતો અને સૌ ભોજન લઈને છુટા પડ્યા હતા.