July 21, 2025

આજે ભાજપના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓ 82 સભા ગજવશે

રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ સહિતના નેતાઓનો કાર્યક્રમ જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પ્રથમ તબક્કા માટે પ્રચારનો પ્રારંભ તારીખ 18મીથી થઈ રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા તારીખ 18મી એટલે કે પહેલા જ દિવસે ભારેખમ પ્રચારના કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યા છે. કાર્યક્રમ મુજબ પહેલા દિવસે પ્રથમ તબક્કાની 89 બેઠકો ઉપર 82 જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત રાજ્ય સ્તરના નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના નેતાઓ જાહેર સભાઓને ગજવશે.