February 11, 2026

ધરતીમાતા સાથે ચાંદામામાનું પ્રિ રક્ષાબંધન સેલિબ્રેશન

જે ક્ષણની આતુરતા પુર્વક રાહ જોવાઈ રહી હતી અને જે મિશનની સફળતા માટે સમગ્ર દેશવાસીઓ પ્રાર્થના કરી રહ્યા હતા, એ ક્ષણ આજે આવી પહોંચી હતી અને ચંદ્રના સાઉથ પોલ પર ચંદ્રયાન-3નું સફલ લેન્ડિંગ થયું છે. આ ખુશીના કારણે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. ઘણી જગ્યાએ લોકો ફટાકડાં અને આતશબાજી દ્વારા ખુશી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે એક ક્યુટ કાર્ટુન વાયરલ થઈ રહ્યુ છે જેમાં રક્ષાબંધન પહેલાં ચાંદામામા ધરતી માતા સાથે વિક્રમ લેન્ડર રુપી રાખડી બંધાવવા માટે હાથ લંબાવી રહેલાં જણાઈ રહ્યા છે.

આ કાર્ટુન ફક્ત આજની સફળતા જ નહિ, પરંતુ આપણી સંસ્કૃતિના પણ દર્શન કરાવે છે અને આ અનોખા સંગમ સમાન કાર્ટુન લોકોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.