February 11, 2026

રાજસ્થાનના જયપુરમાં એક કલાકમાં ભૂકંપના 3 આંચકાથી ફફડાટ

આજે વહેલી સવારે રાજસ્થાનમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો મીઠી નિંદ્રામાંથી જાગીને ઘરની બહાર દોડી ગયા હતા. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરતી ધ્રૂજી હતી. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરતી ધ્રૂજી ઉઠી હતી આ આંચકાને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં આજે સવારે મણિપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
શુક્રવારે વહેલી સવારે રાજસ્થાનના જયપુર ઉપરાંત મણિપુર સુધી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વખત ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા ત્યારે જયપુર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાના અનુભવથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જયપુરમાં સવારે 4.25 વાગ્યે ભૂકંપનો પહેલો આંચકા અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આની જાણ કરી હતી. આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી.