February 11, 2026

અમેરિકાની યુનિ.માં બે ભારતીય વિદ્યાર્થીને પાલક-પનીર માટે 1.8 કરોડ વળતર

  • લંચ ગરમ કરવા માઈક્રોવેવમાં મૂક્યું તો સ્ટાફે વિરોધ કરી અટકાવ્યા, અપમાનિત કર્યા
  • બંને ભારતીયએ કાનૂની લડાઈ આરંભી તો કોર્ટમાં યુનિ.એ સમાધાન કરવું પડ્યું

નસીબ ક્યારે? કઈ રીતે ખૂલી જાય તે નક્કી નથી હોતું, તેનો રસ્તો પણ ક્યારેક વિચિત્ર હોય છે. અમેરિકાની કોલોરાડો યુનિ.માં પણ બે વિદ્યાર્થી સાથે કંઈક આવું જ બન્યું. વાત એમ હતી કે આદિત્ય પ્રકાશ નામનો વિદ્યાર્થી લંચ માટે ગયો હતો અને પોતાના ટિફિનમાંથી પાલક પનીરની સબજી કાઢી કોલેજના માઈક્રોવેવમાં ગરમ કરવા મૂકી હતી. પરંતુ થોડી જ વારમાં આશ્ચર્ય સાથે સ્ટાફના એક વ્યક્તિએ ખૂબ તીવ્ર વાસ આવતી હોવા સાથે વિરોધ કરી આદિત્યને સબજી ગરમ કરતા અટકાવ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી થઈ વાત છેક યુનિવર્સિટી સત્તાધીશો અને છેવટે કોર્ટ સુધી પહોંચી.
સહ વિદ્યાર્થિની ઉર્મિ ભટ્ટાચાર્ય પણ આદિત્યની સાથે જોડાઈ અને સ્ટાફ દ્વારા કરાયેલા વિરોધને તેમણે ભેદભાવ ગણાવ્યો. પછી તો શું… કોર્ટમાં દલીલો ચાલી અને ચર્ચા પણ જોરશોરમાં વધી. છેવટે કોર્ટે બંને ભારતીય વિદ્યાર્થી આદિત્ય અને ઉર્મિને 1.8 કરોડ રુપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો. એટલું જ નહીં, તેમને માસ્ટર્સની ડિગ્રી પણ અપાવી દીધી.
જો કે યુનિવર્સિટીએ આ બંને વિદ્યાર્થી માટે એવો નિર્ણય કર્યો કે તેઓ હવે આ યુનિ.માં અભ્યાસ કે નોકરી કરી શકે નહીં. સમગ્ર વિવાદ અને માનસિક સતત તણાવને કારણે આદિત્ય અને ઉર્મિએ ભારત પરત આવવા નિર્ણય લીધો. નોંધનીય છે કે અમેરિકામાં ભારતીયો, એશિયનો સાથે ભેદભાવના કિસ્સા છાસવારે ચર્ચામાં આવતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *