July 21, 2025

સુરતના સચિન પાસે બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટારુઓ ત્રાટક્યા

સુરતના સચિન પાસે આવેલા વાંઝ ગામમાં આજે શુક્રવારે સવારે bank of Maharashtra ખુલતાની સાથે જ પાંચ થી છ લૂંટારોઓ પિસ્તોલની સાથે બેંકમાં ધસી ગયા હતા અને ઘૂસીને બેંકના કર્મચારીને બંધક બનાવી રોકડા રૂપિયા 13,00,000 થી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમ ઉચ્ચ અધિકારીઓ સચિન વિસ્તારની બેંક ખાતે દોડી ગયા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલાં સુરત જિલ્લામાં ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકમાં આજ મોડસ ઓપરેન્ડીથી લૂંટ થઈ હતી.