2024 Oscars: ‘2018-એવરીવન ઈઝ એ હીરો’ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ટોવિનો થોમસ સ્ટારર ‘2018-એવરીવન ઈઝ એ હીરો’ મલયાલમ સિનેમાના ઈતિહાસમાં હિટ ફિલ્મ તરીકે ઉભરી આવી છે, તેની 2024ના ઓસ્કાર માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મની પસંદગી કરવા માટે 16 સભ્યની સમિતી દ્વારા 22 જેટલી ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સ્થાન મેળવવા આલિયા અને રણવીરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘ગદ્દર ટૂ’, ઉપરાંત તેલુગુ ફિલ્મ ‘બાલાગમ’, મરાઠી ફિલ્મો ‘વાલ્વી’ અને ‘બાપલ્યોક’ સહિત કુલ ૨૨ ફિલ્મો હોડએ લગાડી હતી. આ ફિલ્મ 2018માં કેરળમાં આવેલાં પૂર અંગે છે અને તે ક્લાઈમેટ ચેન્જ તથા વિકાસ મોડલની વાત કરે છે.