July 21, 2025

PM નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે બનશે ગુજરાતના મહેમાન

Photo credit google

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે જ્યારે 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, બાદમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. આ સાથે જ તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.
મહેસાણામાં પ્રધાનમંત્રી રેલવે, માર્ગ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. પ્રધાનમંત્રી જે યોજનાઓનો શિલાન્યાસ કરશે, તેમાં મહીસાગર જિલ્લાનાં સંતરામપુર તાલુકામાં સિંચાઈની સુવિધા પ્રદાન કરવા માટેનો પ્રોજેક્ટ સામેલ છે. નરોડા – દેહગામ- હરસોલ – ધનસુરા રોડ, સાબરકાંઠાને પહોળો કરવો અને તેને મજબૂત બનાવવો. ગાંધીનગર જિલ્લામાં કલોલ નગરપાલિકા સુએઝ અને સેપ્ટેજ મેનેજમેન્ટ માટે પ્રોજેક્ટ; અને સિદ્ધપુર (પાટણ), પાલનપુર (બનાસકાંઠા), બાયડ (અરવલ્લી) અને વડનગર (મહેસાણા)માં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

31 ઓક્ટોબરનાં રોજ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસનાં કાર્યક્રમમાં સહભાગી થશે અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. તેઓ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડના સાક્ષી બનશે, જેમાં બીએસએફ અને વિવિધ રાજ્ય પોલીસની કૂચ ટુકડીઓ સામેલ હશે.

કેવડિયામાં વડાપ્રધાન 160 કરોડ રૂપિયાની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં એકતા નગરથી અમદાવાદ સુધીની હેરિટેજ ટ્રેન સામેલ છે. નર્મદા આરતી માટેનો પ્રોજેક્ટ લાઇવ; કમલમ પાર્ક; સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર એક વોક-વે; 30 નવી ઇ-બસ, 210 ઇ-સાઇકલ અને મલ્ટીપલ ગોલ્ફ કાર્ટ; એકતા નગર ખાતે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ‘સહકાર ભવન’. ઉપરાંત પ્રધાનમંત્રી કેવડિયા ખાતે ટ્રોમા સેન્ટર સાથેની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સોલાર પેનલનું ભૂમિપૂજન પણ કરશે.

પ્રધાનમંત્રી આરંભ 5.0ના અંતે 98મા કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે. જેમાં ‘મૈં નહીં હમ’ થીમ સાથે ૯૮મા કોમન ફાઉન્ડેશન કોર્સમાં ભારતની ૧૬ સિવિલ સર્વિસીસ અને ભૂતાનની ૩ સિવિલ સર્વિસીસના ૫૬૦ ઓફિસર તાલીમાર્થીઓ છે.