વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા મુકત ગુજરાત નિર્માણનો રાજ્ય સરકારનો નિર્ધાર

- મેલેરિયાથી બચવાનો એક જ ઉપાય વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર
રાજ્ય સરકારે “મેલેરિયા (malaria) મુક્ત (free) ગુજરાત-૨૦૩૦” અભિયાન અંતર્ગત રાજ્યમાંથી ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગના નિર્મૂલન માટે એક્શન (action) મોડમાં કામગીરી હાથ ધરી છે. રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં દર ૧૦૦૦ની વસ્તીએ મેલેરિયાના કેસનું પ્રમાણ વર્ષ ૨૦૨૭ સુધીમાં શૂન્ય (zero) પર લઇ જવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
આ વર્ષે “મેલેરિયા મુક્ત ગુજરાત” ના લક્ષ્યોને પૂરા કરવા માટે જુદા-જુદા માધ્યમો દ્વારા મેલેરિયા અટકાયત અને નિયંત્રણ સાથે જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે, ત્યારે માનવ સમુદાયમાંથી મેલેરીયાના પરોપજીવી જંતુ કાઢી જડમૂળમાંથી નાશ કરવો અને રોગનો ફેલાવો કરનારા મચ્છરના ઉત્પતિ સ્થાનોને નાબૂદ કરવા તેમજ માનવ મચ્છર વચ્ચેનો સંપર્ક ઘટાડવો જરૂરી છે. મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા તાવ (fever) ફેલાવતા મચ્છરોને ઉત્પન્ન થતાં અટકાવવા સરકાર દ્વારા જાહેર સૂચનો કરવામાં આવ્યા છે.

- મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા તાવ ફેલાવતા મચ્છરોને ઉત્પન્ન થતાં અટકાવવા આટલું કરો
ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવવો, માથામાં દુઃખાવો, શરીરમાં કળતર, ઉબકા, ઉલટી, બેચેની, નબળાઇ તેમજ પરસેવાની સ્થિતિ મેલેરીયાના લક્ષણો છે. મેલેરીયા તાવના દર્દીએ આરોગ્ય કર્મચારી પાસે તુરંત બે ટીપા લોહી મેલેરીયાની તપાસ માટે આપી સારવાર કરાવવી. લોહીની તપાસમાં મેલેરીયા જણાય તો તેની સારવાર પૂરેપૂરી લેવી.
પીવાનું પાણી તેમજ ઘરવપરાશનું પાણી જેમાં ભરેલું હોય તેવા ટાંકા-ટાંકી, કોઠીને હવાચુસ્તા ઢાંકણ અથવા જાડા કપડાથી બંધ રાખવા, પાણીની ટાંકી, કોઠી તમામને દર અઠવાડીયે ખાલી કરી કાથીની દોરી વડે ઘસીને સાફ કરી સૂકવ્યા બાદ જ ફરી ઉપયોગમાં લેવા.
બંધિયાર પાણીના ખાડા-ખાબોચીયાનો નિકાલ કરવો અને તેમાં બળેલું ઓઇલવાળા કપડાના બોલ બનાવી મુકવા અથવા કેરોસીન નાંખવું.
બંધ પડેલી ગટરો સાફ કરાવવી. આજુબાજુમાં ઉઘી નીકળેલું ઘાસ કઢાવવું અને ડસ્ટીંગ કરાવવું. મચ્છર ઉત્પતિના સ્થાનો શોધી મચ્છર ઉત્પન્ન થતી જગ્યાઓનો નાશ કરવો.
મકાનો બાંધવાની કામગીરી ચાલુ અથવા બંધ હોય ત્યારે ત્યાં બનાવેલી પાણીની કુંડીઓમાં મચ્છર ઉત્પનન્ન થાય નહિ તે માટે કોન્ટ્રાક્ટરોને ખાસ સૂચના આપવી, આવી જગ્યાઓમાં ઉત્પન્ન થતા પોરાઓ-લાર્વાઓનો નાશ કરવો.
ફુલદાની, કુલર, સિમેન્ટોની ટાંકીઓ વગેરેનું પાણી દર અઠવાડીએ ખાલી કરી અંદરની સપાટી કાથી વડે ઘસીને સાફ કરો સૂકવો અને ચુસ્તે ઢાંકણથી બંધ કરો.
બિનવપરાશી કોઠી, માટલા વગેરે ખાલી કરી ઉંધા રાખો. ગટરને સાફ કરી પાણી વહેતું કરો ગટરની આજુબાજુ ઉગેલી વનસ્પિતિ દૂર કરો.
મોટી પાણીની ટાંકીઓમાં પોરાભક્ષક માછલીઓ મૂકો. રોજ સવાર-સાંજ લોબાન-ગૂગળનો ધુમાડો કરી બારી-બારણા ત્રીસ મિનિટ બંધ રાખવા.
માણસ અને મચ્છર વચ્ચે સંપર્ક ઘટાડવા મચ્છરદાની, રિપ્લેન્ટનો ઉપયોગ કરો, વહેલી સવાર અને સંધ્યા સમયેથી જ તમારા મકાનોના બારી-બારણા બંધ રાખો.
શરીર પૂરતું ઢંકાય તેવા કપડા પહેરવા. સંધ્યા સમયે બારી-બારણા બંધ કરી કડવા લીમડાનો ધુમાડો કરવો.