July 21, 2025

લાયન્સ ક્લબ ઓફ લિંબાયતના ઉપક્રમે અષ્ટવિનાયક ગણપતિ મંદિર ખાતે ભંડારો યોજાયો

લાયન્સ ક્લબ ઓફ લિંબાયત સુરત એસઈજેડ દ્વારા અષાઢી અગ્યારસ નિમિત્તે સુભાષ નગર સ્થિત અષ્ટવિનાયક ગણપતી મંદિર પાસે પ્રસાદી ભંડારાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં લગભગ 2 હજાર લોકોને પ્રસાદી ભોજનનો લાભ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરના માજી ડે મેયર અને લાયન્ ડો. રવિન્દ્ર પાટીલ (એમ .જે .એફ ), લાયન ડો. મંગલા પાટીલ, પ્રેસિડેન્ટ લાયન ડો. નિખિલ પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મંદિરના સ્વયંસેવકો શ્રી લક્ષ્મીકાંત બોરસે, શ્રી પ્રહલાદ પાટીલ, શ્રી ગોપાલ મંગા પાટીલ, શ્રી માનસરામ પાટીલ, શ્રી લાલુ પાટીલ, શ્રી મનોહર સાલી, રાજુ લોહાર, રાજુભાઈ સોલંકી સહીત અન્ય સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી સેવા આપી હતી