માન દરવાજા ખાતેના ટેનામેન્ટોને રાજ્ય સરકારની મંજૂરી મળી

- કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ તથા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના પ્રયાસો થયા સફળ
માન દરવાજા ખાતેના 1312 ટેનામેન્ટના રહીશોની આશા હવે પૂરી થશે કારણ કે રીડેવલપમેન્ટ ટેન્ડરમાં નેગેટિવ પ્રીમિયમ ને TDR સ્વરૂપે મંજૂરી મળી ગયેલ છે. સુરત મહાનગરપાલિકાના માન દરવાજા ખાતે આવેલ 1312 ટેનામેન્ટ્સ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર, ફાયર સ્ટેશન તથા સુરત મહાનગરપાલિકા ની પ્રાથમિક શાળા અને આંગણવાડી સહિત રીડવલપમેન્ટ ના ટેન્ડરમાં નેગેટીવ પ્રીમિયમ ને TDR સ્વરૂપે આપવા અંગે મંજૂરી આપવામાં આવી છે રીડેવલોપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ પોલીસી 2016 અંતર્ગત સુરત મહાનગરપાલિકાના માન દરવાજા ટેનામેન્ટના 1312 ટેનામેન્ટ્સ,ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર, ફાયર સ્ટેશન તથા સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક શાળા અને આંગણવાડી સહિત રીડવલોપમેન્ટના ટેન્ડરમાં નેગેટિવ પ્રીમિયમ ને TDR સ્વરૂપે આપવા અંગેની દરખાસ્તને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની જુના આવાસોના પુનઃ નિર્માણ પુનઃ વિકાસ અંગેની તારીખ 11/2/2016ની ગૃહ નિર્માણ નીતિના જોગવાઈ ક્રમાંક 4.2 ડ મુજબ ની સ્ટેટ લેવલની સ્ક્રિનિંગ કમિટી દ્વારા તારીખ 9/6/2025 ના રોજ યોજાયેલ બેઠકમાં વહીવટી મંજૂરી આપવામાં આવી છે
આ મંજૂરી મળતા છેલ્લા ઘણા સમયથી નાસીપાસ થતા ટેનામેન્ટ વાસીઓને આનંદ અને હર્ષથી લાગણી વ્યાપી જવા પામી છે અને તેઓએ સાંસદ શ્રી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી એવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ તથા લીંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ નો ખૂબ જ આભાર માન્યો હતોશૈલેશ શુકલ (મીડિયા કન્વીનર સુરત મહાનગર)