સુરત માર્કંડાઈ પદ્મશાળી જનરલ સમાજનાં પ્રમુખ તરીકે શ્રી કોદુનુરી શ્રીનિવાસ ચૂંટાયા અને મહામંત્રી તરીકે તુમ્મા રમેશ બિનહરીફ ચૂંટાયા

સુરત શહેરમાં પદ્મશાળી તેલુગુ સમાજના લોકો આશરે 80 વર્ષથી સ્થાયી થઈને સુરતમાં રહે છે તેઓએ તેમના એકતા અને પરિચય માર્કંડેય પદ્મશાળી જનરલ સમાજના નામની એક સંગઠનની સ્થાપના કરી હતી અને સંસ્થા નીચે સુરત જિલ્લાની વિવિધ વિસ્તારમાં રહેતા સમાજના બંધુઓના એકતા માટે 29 શાખાઓ(બ્રાન્ચો ) પણ કાર્યરત છે શાખાઓમાં પણ સ્થાનિક સ્તરે સંગઠનના હોદ્દેદારો છે અને સમગ્ર સુરત જિલ્લાના પદ્મશાળી સમાજ માટે વડા મથક તરીકે લિંબાયત પ્રતાપ નગરમાં માર્કંડાઇ પદ્મશાળી સમાજની ઓફિસ છે. તે સંસ્થાની પ્રમુખ પદની ચૂંટણી કર્મચારી સમાજ ચૂંટણી પદ્મશાળી સમાજ ચૂંટણી સમિતિના નેજા હેઠળ શાંતિપૂર્ણ અને લોકશાહી અનુરૂપ ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં સમગ્ર સુરત જિલ્લામાં રહેતા પદ્મશાળી સમાજના ભાઈઓ બહેનો ખૂબ જ ઉત્સાહ રીતે મતદારો તેમના મતનો ઉપયોગ કર્યો હતો.
મતગણતરી પછી પ્રમુખ તરીકે શ્રીનિવાસ કોદુનુરી જંગી લીડથી ચૂંટાયા હતા તેમજ મહામંત્રી તરીકે શ્રી રમેશ તુમ્માએ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે .આ સંદર્ભે નવા વરાયેલા પ્રમુખ અને મહામંત્રી અનુક્રમે શ્રીનિવાસ અને રમેશએ કહ્યું હતું કે સમગ્ર સમાજના સલાહ સૂચના લઈને સમાજની સર્વાંગી વિકાસ તરફ લઈ જવાની અને સમાજની એકતા અખંડિતતા માટે કામ કરવા તેમજ સામાજિક કલ્યાણના કાર્યોને પ્રાથમિકતા માટે કામ કરીશું તદુપરાંત આ ચૂંટણી શાંતિપૂર્વક આયોજન માટે પદ્મશાળી સમાજની ચૂંટણી સમિતિની તેમજ અમોનેટ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર સૌને અભિનંદન આપી આપીએ છીએ નવા હોદ્દેદારોને સમાજના આગેવાનો યુવાનો મહિલાઓને શુભેચ્છાઓ હાર્દિક અભિનંદન આપી સન્માન કર્યું હતું. *નવા વરાયેલા બંને હોદ્દેદારોને તેલુગુ સમાજના સક્રિય કાર્યકર્તા શ્રી રાપોલુ બુચ્ચી રામુલુએ અભિનંદન આપી તેમના સમગ્ર કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી.*
