July 20, 2025

Amitabh Bachchan birthday: BIG Bની યાદગાર વસ્તુઓની થશે હરાજી

 બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને હિન્દી સિનેમામાં પોતાની શાનદાર અભિનયથી ખાસ ઓળખ બનાવી છે. પાંચ દાયકાથી વધુની લાંબી કારકિર્દી સાથે બિગ બીએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને હોલમાં પણ તેઓ સિનેમા સાથે સંકળાયેલા રહ્યા છે અને તેમના ફેન્સની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી ત્યારે 11 ઓક્ટોબરે હિન્દી સિનેમાના શહેનશાહ 81 વર્ષના થશે. જો કે, આ વખતે તેમનો જન્મદિવસ અનોખી શૈલીમાં ઉજવવામાં આવશે અને એ માટે 5 થી 7 ઓક્ટોબર સુધી રિવાસ એન્ડ ઇવ્સ દ્વારા તેમની યાદગાર વસ્તુઓની હરાજી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં, ચાહકોને અભિનેતાની સિનેમેટિક કારકિર્દીને ફરીથી જીવંત કરવાની તક મળશે તેમાં તેમના આઇકોનિક ફિલ્મ પોસ્ટરો, ફોટોગ્રાફ્સ, લોબી કાર્ડ્સ, શોકાર્ડ્સ, ફોટોગ્રાફ્સ, ફિલ્મ બુકલેટ્સ અને ઓરિજનલ આર્ટવર્કનો સમાવેશ થાય છે.
અમિતાભ બચ્ચનની યાદગીરીની હરાજી માટે ‘બચ્ચનેલિયા’ નામનો આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો તેમાં ‘ઝંજીર’, ‘દીવાર’, ‘ફરાર’ના શોકાર્ડ સેટ, ‘શોલે’ના ફોટોગ્રાફિક સ્ટિલ્સ, ‘શોલે’ની રિલીઝ પછી આયોજિત રમેશ સિપ્પીની સ્પેશિયલ પાર્ટીના ચાર અંગત ફોટોગ્રાફ્સ, ફિલ્મ ‘મજબૂર’ના દુર્લભ પોસ્ટર્સનો વગેરેનો સમાવેશ થશે.