February 11, 2026

અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મ જયંતી નિમિત્તે “પ્રબુદ્ધ વિચાર ગોષ્ઠિ”

  • મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા વાળા દ્વારા સંબોધન કરવામાં આવ્યું

પુણ્યશ્લોક અહિલ્યાબાઇ હોલકરની 300 મી જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે ગતરોજ કંથેરીયા હનુમાન મંદિર વેડ રોડ સુરત ખાતે પ્રબુદ્ધ વિચાર ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય વક્તા તરીકે પધારેલ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા વાળાએ પુણ્ય શ્લોક અહલ્યા બાઈ હોલકરજીના જીવન ચરિત્રની અનેકવિધ હકીકતો જણાવી હતી તેમના દ્વારા કરાયેલ વિકાસના કાર્ય સાથે સાથે સંસ્કૃતિ નું જતન જેમ કે મંદિરોનો જીર્ણોધાર કુવા તળાવ રહેવા માટેની ધર્મશાળાઓ બનાવી તેવી અસંખ્ય વાતો કરી હતી તેમની શાસન કરવાની કુનેહ તથા પ્રજાલક્ષી નિર્ણયો વિશે પણ વાત કરી હતી ટેક્સપ્રથાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તે સમયે ભિલ ટેક્સ તેઓએ ભિલોના ઉત્થાન માટે ચાલુ કરાવ્યો હતો. મહેશ્વરી સાડી પણ તેમના થકી મહિલાઓ દ્વારા બનાવવાની શરૂઆત કરાઈ હતી.

કાર્યક્રમનું સંચાલન મહામંત્રી શ્રી કાળુભાઈ ભીમનાથ દ્વારા કરાયું હતું તથા આભાર વિધિ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિન્દલ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી ડે. મેયર શ્રી નરેન્દ્ર ભાઈ પાટીલ મંદીરના મહંત શ્રી શહેર મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી શીલાબેન તારપરા શ્રી ભીખુભાઈ પટેલ શ્રી શૈલેશ શુક્લ શહેર હોદ્દેદાર શ્રીઓ, વિવિધ સંસ્થાની સન્માનનીય બહેનો અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.શૈલેશ શુક્લ (મીડિયા કન્વીનર સુરત મહાનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *