February 11, 2026

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ

પ્શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ- સુરત યુવા પાંખ દ્વારા કરાયું બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ -2025નું આયોજન , બ્રમ્હ યુવાઓને એક કરવા પ્રયાસશ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત યુવા પાંખ દ્વારા સુરતમાં આ વર્ષે વિશેષ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કર્યું છે. સુરતમાં વસતા નવયુવાનોને એક કરવાના આશયથી ટુર્નામેન્ટનું વિશેષ આયોજન કર્યું છે. જેમાં 16 થી 36 વર્ષના બ્રહ્મ યુવાનો અને યુવતીઓ માટે વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરાઈ છે.

સુરત સહિત સમગ્ર જિલ્લામાં બ્રહ્મસમાજના જુદા જુદા જ્ઞાતિઓના વસતા યુવાનો માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત યુવા પાંખ દ્વારા એક વિશેષ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નું આયોજન કર્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ આવનાર 14 ડિસેમ્બર 2025 ને રવિવારના રોજ રાખવામાં આવી છે. પુણા સીમાડા કેનાલ વિસ્તારમાં આવેલ ક્રેઝી ક્લબ બોક્સ ક્રિકેટ ખાતે સવારે 7:30 વાગ્યાથી શરૂ કરી સમગ્ર દિવસ દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન પાછળ સુરત સહિત સમગ્ર જિલ્લામાં વસતા નવ યુવાનોને એક કરવા,સમાજમાં જોડવા અને તેમની યુવા શક્તિનો સમાજના કાર્યમાં સારી રીતે ઉપયોગી થઈ શકે તે હેતુ સાથેનો ઉદ્દેશ રહ્યો છે.

આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમ માટે જરૂરી નિયમો પણ બનાવ્યા છે. જેમાં દરેક ટીમમાં 8 ખેલાડીઓને રમાડવામાં આવશે. દરેક ટીમ દીઠ એન્ટ્રી ફી 1000 રાખવામાં આવી છે. માત્ર સુરત શહેર અને જિલ્લામાં રહેતા જ બ્રાહ્મણ યુવકો – યુવતીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે. અને આ ટુર્નામેન્ટ માટે વિશેષ ઉંમર મર્યાદા પણ નક્કી કરાઈ છે જેમાં 16 વર્ષથી લઈને 36 વર્ષ સુધીના યુવક યુવતીઓ ભાગ લઈ શકશે.

આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ઇચ્છતા ખેલાડીઓ માટે આવનાર 7 ડિસેમ્બર 2025 સુધીમાં પોતાની ટીમનું રજીસ્ટ્રેશન કરાવવાનું નક્કી કર્યું છે. જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના યુવા પાંખના કાર્યકર મીત જોશી અને વેદ જોશી સમગ્ર ટુર્નામેન્ટમાં ટીમનું રજીસ્ટ્રેશન સંભાળી રહ્યા છે.સાથે બ્રહ્મસમાજ સુરત ના મહામંત્રી શ્રી નિકુંજ આચાર્ય ના માર્ગદર્શન માં યુવા પાંખ ના પ્રમુખ શ્રી રવિ જાની, મહામંત્રી શ્રી હર્ષ રાવલ સહિત યુવા પાંખ ની ટીમ તમામ આયોજન સંભાળી રહ્યા છે.સંપર્ક સુત્ર:– શ્રી રવિ જાની 9979428220

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *