February 11, 2026

લિંબાયતમાં ગણેશ વિસર્જનમાં કોમી એકતા

ગણપતિ વિસર્જન દરમિયાન લિંબાયત સંગમ ચાર રસ્તા ખાતે જોવા મળી કોમી એકતા..માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજી,લિંબાયત ના ધારાસભ્ય શ્રી સંગીતા પાટીલ,મેયર શ્રી દક્ષેશ માવાણી , પ્રમુખ ભાજપ સુરત શ્રી પરેશ પટેલ તથા સંતો,હિન્દૂ તેમજ મુસ્લિમ આગેવાનો તેમજ પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા.લિંબાયત પ્રતાપનાગર ના #લિંબાયત ના રાજા હર્ષલ્લાસ સાથે વિદાઈ / વિસર્જન યાત્રાનુ આયોજન કરવામા આવેલ.

વિસર્જનયાત્રાનુ સ્વાગત મુસ્લિમ તથા હિન્દુ આગેવાનો પેકી કેસર અલી, નાસીર સિમેન્ટ વાલા,તેલુગુ સમાજના અગ્રણી રાપોલુ ભુચિરામુલુ , સાગર વેલ્ડી વેન્નમ શ્રીરામુલુ દ્વારા કરવમા આવેલ.સદર યાત્રામા પોલીસ અધિકારીયો પેકી રેન્જ 1 જમીર સાહેબ, ડીસીપી કાનાની દેસાઈ સાહેબ, એસીપી જાડેજા,લિંબાયત પોલીસ ઇન્સપેક્ટર કમળીયા હાજર રહેલ માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજી તથા સંગીતા પાટિલનાવો મદનપુરા ,પ્રતાપનગર સુભાષનગર, મારુતિનગરના ગણપતિ વિસર્જન યાત્રાનુ સ્વગત કરવામા આવેલ, સદર ગણપતિ વિસર્જન યાત્રા કોમી એકતાના સુંદર વતાવરણમા કાર્યક્રમ સંપન્ન થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *