ડો. રવિન્દ્ર પાટીલના જન્મદિન નિમિત્તે લિંબાયત, સુરતમાં વિનામૂલ્યે નેત્રચિકિત્સા તપાસ શિબિર

લાયન્સ ક્લબ ઓફ સુરત લિંબાયત (S.E.Z.) તથા કમલ સ્મૃતિ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ, સુરત અને શ્રી સુરતી મોટ વણિક સર્વજનિક ટ્રસ્ટ, સુરત દ્વારા સંયુક્ત રીતે સુરત જિલ્લા રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આંખના મોતીયા તથા ઝામરના ઓપરેશન માટેની વિનામૂલ્યે નેત્રચિકિત્સા પ્રાથમિક તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિર તા. 24/12/2025 (બુધવાર) ના રોજ સવારે 8.00 થી બપોરે 12.00 કલાક સુધી
સ્થળ : ભાવના નર્સિંગ હોમ, સુભાષનગર, લિંબાયત, સુરત ખાતે યોજાશે.

આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે
શ્રીમતી લાયન મોનાબેન દેસાઈ (ડિસ્ટ્રિક્ટ ગવર્નર) ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે
શ્રીમતી સંગીતાબેન પાટીલ (ધારાસભ્ય શ્રી લિંબાયત વિધાનસભા) તથા
શ્રી જીગ્નેશભાઈ પાટીલ (પ્રમુખ શ્રી : યુથ કોર ગુજરાત)
ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત શ્રી મનોહરભાઈ લાપસીવાળા (અધ્યક્ષ : શ્રી સુરતી મોટ વણિક સમાજ, સુરત) ની વિશેષ હાજરી રહેશે.

આ સેવાકાર્યમાં સહકાર્ય રૂપે
લાયન ડો. રવિન્દ્ર પાટીલ (ભૂતપૂર્વ ઉપમહાપોર) તથા
લાયન ડો. મંગલા રવિન્દ્ર પાટીલ
નો મહત્ત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત રહેશે.
ઉલ્લેખનીય છે કે આ માનવસેવી નેત્રચિકિત્સા શિબિરનું આયોજન
ડો. રવિન્દ્ર સુખલાલ પાટીલ (ભૂતપૂર્વ ઉપમહાપોર) ના જન્મદિન નિમિત્તે કરવામાં આવ્યું છે.
આ શિબિરના આયોજક તરીકે
લાયન ડો. નિખિલ રવિન્દ્ર પાટીલ
મહેનતપૂર્વક કાર્યરત છે.
શિબિરમાં અનુભવી નેત્રવિશેષજ્ઞો દ્વારા આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે તથા જરૂરિયાતમંદ દર્દીઓને આગળની સારવાર અને ઓપરેશન અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
આ માનવસેવી કાર્યનો લાભ વધુમાં વધુ નાગરિકો લઈ શકે તે હેતુથી સુરત શહેર તથા આસપાસના વિસ્તારોના લોકોને હાજરી આપવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
— આયોજક —
ડો. નિખિલ રવિન્દ્ર પાટીલ
