લિંબાયતમાં ગણેશ ઉત્સવની શ્રદ્ધા પૂર્ણ માહોલમાં પૂર્ણાહુતિ

લીંબાયત વિસ્તારમાં ગણેશ વિસર્જન યાત્રા ભવ્યતા, શાંતિ અને ધાર્મિક માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન. • અષ્ટવિનાયક ગણપતિ અને નર્મદેશ્વર મહાદેવ મંદિરે સવારે 11 વાગ્યે વિશેષ પૂજા-પાઠ અને આરતી. • એડિશનલ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામિર તથા ડેપ્યુટી પોલીસ કમિશનર મેડમ દેસાઈ ઉપસ્થિત રહી પૂજન-આરતી કરી.

• મંદિરે જ ગણેશજી નું પ્રતિમા ના વિસર્જન બાદ ભવ્ય વિસર્જન યાત્રાનો પ્રારંભ. • ટ્રસ્ટી અને માજી ડેપ્યુ મેયર સુરત ડૉ. રવિન્દ્ર પાટીલ, ડૉ. નિખિલ પાટીલ, લક્ષ્મીકાંત બોરસે, પ્રલ્હાદ પાટીલ ઉપસ્થિત. • સુભાષનગર, સંગમ બેન્ડ,અંબિકા માતા ચોક પાસે શાંતિ સમિતિ દ્વારા દરેક ગણપતિ આયોજકોનું સ્વાગત. • હિન્દુ-મુસ્લિમ એકતા: શ્રી સૈય્યદ બાપુ, શ્રી કેસર અલી પીરજાદા, શ્રી નસીર સિમેન્ટવાળા સહિત મુસ્લિમ આગેવાનોની હાજરી.

• સાંસદ શ્રી સી.આર. પાટીલ, ધારાસભ્ય મેડમ સંગીતા પાટીલ, સ્થાનિક કોર્પોરેટર, સુમન તાઈ પાટીલ, સામાજિક-રાજકીય આગેવાનો, પત્રકાર મિત્રો અને ચેનલ પ્રતિનિધિઓ હાજર. • એસીપી શ્રી જાડેજા અને પીઆઈ શ્રી કંબોડિયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત. • વિસ્તારના ભાઈ-બહેનો, યુવાનો અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા. • સમગ્ર વિસ્તારમાં ધાર્મિક, ભક્તિમય અને એકતાભર્યું વાતાવરણ.
