February 11, 2026

શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ, દ્વારા ભવ્ય શિવજયંતિ રેલીનું આયોજન

લિંબાયત, સુરત – શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ, લિંબાયત સુરત તથા શિવજયંતિ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ડૉ. નિખિલ રવિન્દ્ર પાટીલના આયોજન હેઠળ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ (ગુરુવાર)ના રોજ શિવજયંતિના પાવન અવસરે ભવ્ય રેલી તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી પ્રતિમાપૂજન, ફુલહાર અર્પણ તથા પૂજનવિધિ યોજાશે.

બપોરે ૩ વાગ્યે રેલી શરૂ થશે, જે
શેખર કોચિંગ ક્લાસ, સપના પાન સેન્ટરથી શરૂ થઈ
નીલગીરી સર્કલ → સુભાષનગર સર્કલ → સંજયનગર સર્કલ માર્ગે પસાર થઈ
શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સુધી પહોંચશે અને સાંજે ૬ વાગ્યે પૂર્ણ થશે.

આ કાર્યક્રમનું માર્ગદર્શન
શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ, લિંબાયતના પ્રમુખ ડૉ. રવિન્દ્ર પાટીલ તથા મહામંત્રી શ્રી ઉત્તમરાવ પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે.

મુખ્ય અતિથિ તરીકે
માનનીય શ્રી સી. આર. પાટીલ (કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી),
શ્રી પરેશ પટેલ (પ્રમુખ, ભાજપ સુરત શહેર),
શ્રીમતી સંગીતાબેન પાટીલ (ધારાસભ્ય )
શ્રી છોટુભાઈ પાટીલ,
શ્રી જિગ્નેશભાઈ પાટીલ ઉપસ્થિત રહેશે.


ડૉ નિખિલ રવિન્દ્ર પાટીલ
અધ્યક્ષ શિવજયતી ઉત્સવ કમિટી લિંબાયત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *