February 11, 2026

NMMAનું દાન અને સેવા માટે મહત્વપૂર્ણ પગલું

તારીખ: 27 જુલાઈ, 2025 (રવિવાર)

નવસારી મેટલ મરચંટ એન્ડ મેન્યુફેકચર્સ એસોસિએશન (NMMA) દ્વારા માનવસેવા અને સમાજહિત માટે એક સરાહનીય ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. NMMAના દરેક સભ્ય હવે માસિક ₹100 (વાર્ષિક ₹1200) ફાળો આપશે, જે નવસારી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરુણામયી ચેરિટેબલ ટ્રસ્ટને ફાળવવામાં આવશે.

સેવાનો ઉદ્દેશ:
કરુણામયી ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાંને સવાર, બપોર અને સાંજનું ભોજન આપવામાં આવે છે. NMMA દ્વારા આપવામાં આવતો આ ફાળો આ સેવા માટે ઉપયોગમાં લેવાશે.

તિથિ દાન યોજના:
એક દિવસ માટેના તિથિ દાનની રકમ ₹15,000 હોય છે.NMMA દર વર્ષે ચાર સભ્યોના જન્મદિન, લગ્નદિન કે મરણતિથિ નિમિત્તે તિથિ દાન તરીકે આ યોજનામાં ભાગ લેશે.

આજે નોંધાયેલ તિથિ દાન:
27 જુલાઈ, 2025 ના રોજ NMMAના ચાર સભ્યોના નામે કરુણામયી ટ્રસ્ટમાં તિથિ દાન નોંધાવવામાં આવ્યું છે.

🔸 આ પગલું નવસારીના અન્ય એસોસિએશનો માટે પણ પ્રેરણાદાયક બની શકે છે.
🔸 માનવતાની સજીવ ઝાંખીરૂપ આ સેવા દરેક સંસ્થાએ અનુસરવી જોઈએ.

NMMA ના કારોબારી :
પ્રમુખ : રાકેશ કે શર્મા.
ઉપપ્રમુખ : સુરેશ ટી પટેલ.
મંત્રી : દીપક કે કંસારા.
સહમંત્રી : ચેતન એમ શાહ.
ખજાનચી : સુરેન્દ્ર એ મહેતા.
સહ ખજાનચી : સંતોષ એ શાહ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *