February 11, 2026

સુરતમાં શ્રી માર્કન્ડેય સ્વામી જન્મજયંતી નિમિત્તે નવગ્રહ પૂજા

  • પદ્મશાળી સમાજના કુળદેવ શ્રી માર્કંડેય સ્વામી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત આયોજિત નવગ્રહ હવન પૂજા

પદ્મશાળી સમાજના કુળદેવ શ્રી માર્કંડેય સ્વામીની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત નવગ્રહ હવન પૂજા ભક્તિભાવ અને ધાર્મિક આસ્થાપૂર્વક આયોજિત કરવામાં આવી. આ ધાર્મિક કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવાનો રહ્યો.કાર્યક્રમ અંતર્ગત વિધિવત પૂજા-અર્ચના, નવગ્રહ હવન તથા ભજન-કીર્તન કરવામાં આવ્યા. વિદ્વાન પંડિતશ્રીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે હવન સંપન્ન કરવામાં આવ્યો અને શ્રી માર્કંડેય સ્વામીના આદર્શ જીવન, સત્ય, ધર્મ અને તપના સંદેશ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી માર્કેન્ડેય માલાધરન અને આધ્યાત્મિક સમિતિના આગેવાનો શ્રી ચિલુકા સુરેશ, બિન્ગી રાજેશ, એલિગેટી નાગેશ તથા એલિગેટી રમેશે ખૂબ જ મહેનત કરી હતી.આ ઉપરાંત દાસરી શ્રીનિવાસ, શ્રી રાપોલું બુચ્ચિરામુલુ, કુસુમા શ્રીનિવાસ, ગણેશ સિરમલ્લા , સોમનરસૈયા ચિલાકુમારી, સાદુલા લક્ષ્મીનારાયણ, કૈરમકોન્ડા વેંકટેશ્વરલુ, એલૈયા કરાપાટી, દાસરી સૂર્યનારાયણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.કાર્યક્રમમાં ભક્તો અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતે પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું ભક્તિપૂર્ણ વાતાવરણમાં સમાપન કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *