February 11, 2026

ડીંડોલી વિસ્તારમાં પ્રાથમિક જરૂરિયાતના વિવિધ કામોનું ખાતમુહૂર્ત

ઉધના વિધાનસભાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલના હસ્તે લિંબાયત વોર્ડ નંબર 25 અને 164 ઉધના વિધાનસભામાં આવેલ શિવ હીરા નગર ડીંડોલી ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા મંજૂર થયેલ વિવિધ કામો જેવી કે ડ્રેનેજ, પાણી,રસ્તાઓના નવીનીકરણ તેમજ સ્ટ્રીટ લાઇટના કામોનું ખાતમુહૂર્ત કરાયુ હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકા આ વિસ્તારની કાયા પલટ માટે વિકાસના કામો કરવામાં ક્યારેય કચાશ રાખી નથી,ભાજપ સરકારે હંમેશા પ્રજાજનોની પાયાની સુવિધા તથા શહેરના ગરીબ લોકોની ચિંતા કરી અનેક યોજનાઓ અમલમાં મૂકી લાભ આપવામાં પ્રયાસ રાખી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કામદારો અને ગરીબ શ્રમિક પરિવારો વસતા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે આરોગ્ય,શિક્ષણ,ડ્રેનેજ,રસ્તાઓ અને વિવિધ સુવિધાઓ સ્ટ્રીટ લાઇટ, EWS આવાસો બનાવીને પ્રજાનો સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યા છે.

આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટરો શ્રી વિક્રમભાઈ પાટીલ,શ્રી ભૂષણભાઈ પાટીલ,શ્રીમતી કવિતાબેન એનાગંદુલા,શિક્ષણ સમિતિ સભ્ય સંજયભાઈ પાટીલ,વોર્ડપ્રમુખ શ્રી હેમંતભાઈ મરાઠે, મહામંત્રી શ્રીઓ શ્રી રાપોલુ બુચિરામુલુ,શ્રી નીતિનભાઈ સિંપી,માજી પ્રમુખ શ્રી રાજુભાઈ સુરતી,માજી કોર્પોરેટર શ્રી વિનોદ ભગવાન પાટીલ, કનુ મહારાજ,કિશોર સોલંકી,અનિલ સોનકુસરે,દિવ્યેશ પટેલ, પવન સોની, કાલુખાન,સુનિલ પાંડે, શારદા અવચર, જગદીશ પટેલ,પાર્થ ત્રિપાઠી,શિવ પાઠક સહિતના આગ્રહની કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *