July 21, 2025

Surat: ભંગારની દુકાનમાં થયો ક્લોરિન ગેસ લીકેજ:30 જણાં આવ્યા ચપેટમાં

સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાં ભંગારની દુકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં અફરા તફરી મચી ગઈ હતી ત્યારે આસપાસના 30 જેટલાં લોકોને ગુંગળામણની અસર થતાં જ અન્ય લોકોમાં પણ દહેશતનો માહોલ ફેલાયો હતો.

ઘટના સંદર્ભે જાણવા મળતી વિગત મુજબ સુરતના વડોદમાં તિરૂપતિ સર્કલ ગોકુળ ગામ પાસે આવેલી એક ભંગારની દુકાનમાં આવેલો ગેસ સિલિન્ડર ખોલતી વખતે તેમાંથી ક્લોરિન ગેસ લીકેજ થયો હતો અને પવનને કારણે ઝડપથી તેની અસર થઈ હતી. આ ગેસની અસરના કારણે 30 જેટલાં સ્થાનિકોને ગુંગળામણની અસર થઈ હતી જેથી તાત્કાલિક તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તમામની હાલત સુધારા પર હોવાનું જાણવા મળે છે.