July 21, 2025

સુરતમાં મહિલાઓ માટે યોજાશે ‘નારાયણી સંગમ’

સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓની સહભાગીતા વધે અને મહિલાઓના વિકાસ તેમજ તેમનું સમાજ જીવનમાં યોગદાન વધે તેમજ સ્ત્રી શક્તિ સંગઠિત થાય,માતૃશક્તિ જાગૃત થાય,મહિલા વિષયક વિચાર,ચિંતન અને વિમર્શ કરી શકાય એ હેતુથી શ્રા ગુરુજી સ્મૃતિ સેવા સમિતિ દ્વારા સુરતમાં એક વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 8 ઓક્ટોબરના રોજ કતારગામના આંબાતલાવડી ખાતે સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સવારે 9 થી બપોરે 3 કલાક સુધી યોજાનાર આ મહા સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે. આ કાર્યક્રમની વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે સાથે આપેલી લિંક કોપી કરવાની રહેશે.