March 29, 2026

તેલુગુ પદ્મશાળી સમાજે મકર સંક્રાંતિ નિમિત્તે ભવ્ય રંગોળી સ્પર્ધા યોજી

સુરત: મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે તેલુગુ પદ્મશાળી સમાજ દ્વારા ગોડાદરા વિસ્તારમાં પરંપરાગત રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેલુગુ સંસ્કૃતિમાં ત્રણ દિવસીય ઉત્સવ ‘ભોગી’, ‘સંક્રાંતિ’ અને ‘કનુમા’નું વિશેષ મહત્વ છે, જેને અનુલક્ષીને બાલાજી નગર અને સહજાનંદ સોસાયટી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ સ્પર્ધામાં સમાજની મહિલાઓ અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ આકર્ષક રંગોળીઓ દ્વારા પોતાની કલાત્મક પ્રતિભા પ્રદર્શિત કરી હતી. પરંપરાગત વાનગીઓ અને હરિદાસ કીર્તન જેવા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટરો શ્રી વિક્રમ પાટીલ અને શ્રીમતી કવિતા એનાગંદુલા સહિત સમાજના આગેવાનો રાપોલુ બચ્ચિરામુલુ, દાસરી શ્રીનિવાસ, અને એલિગેટી નાગેશ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ સભ્યોએ એકત્રિત થઈ પરંપરા અને સામાજિક એકતાનો સંદેશ પાઠવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *