અટલ બિહારી વાજપેયીજીને પુષ્પાંજલિ

અટલ બિહારી વાજપેયીજીના 101મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત પુષ્પાંજલિ કાર્યક્રમ એક વિદ્વાન,એક કવિ જે હજી પણ લોકોના મનમાં ગુંજતો રહે છે. શિસ્ત અને સેવાથી ભરપૂર એક નિસ્વાર્થ કાર્યકર, એક રાજનેતા જેનું તમામ પક્ષોમાં સન્માન થાય છે, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત ભારત રત્ન અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીના 101મી જન્મ જયંતીના અવસર પર 25 મી ડિસેમ્બરના રોજ સુશાષન દિવસ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે તેના અનુસંધાનમાં વાજપેયીજીના જન્મ જયંતી ની ઉજવણી અંતર્ગત લીંબાયત સંજય નગર સર્કલ પાસે આવેલ અટલજીના પ્રતિમાને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ 163 લિંબાયત વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલજીના નેતૃત્વ હેઠળ રાખવામાં આવ્યો હતો,તેમજ ગરીબ લોકોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો.

આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ડે.મેયર ડો. નરેન્દ્રભાઈ પાટીલ, કોર્પોરેટરો શ્રી વિક્રમભાઈ પાટીલ, જીતુભાઈ કાચડ, કાંતાબેન વાકોડીકર,કવિતાબેન એનાગંડુલા, નિરાલાસિંગ રાજપૂત,શિક્ષણ સમિતિ સભ્ય સંજયભાઈ પાટીલ,શુભમ ઉપાધ્યાય,વોર્ડ પ્રમુખ હેમંત મરાઠે,દીપક પાટીલ,અશ્વિની કટિયારે,મનીષ રાણા, મહામંત્રી શ્રીઓ રાપોલુ બુચિરામુલુ, નીતિન શિમ્પી,ગણેશ પુનેકર,સમશેર સિંહ, શંકર દુબે,અશોક શાહ,માજી વોર્ડ પ્રમુખ રાજુ સુરતી,પ્રવીણ(બંટી)પાટીલ, એડવોકેટ પ્રણય રાજપૂત,શહેર કારોબારી સભ્ય રતનલાલ જૈન,અનિલ સોનકુસરે, ઉમેશ તિવારી,પ્રકાશ માસ્ટર વાકોડીકર, અનિલ સપકાળે,મંગલાબેન ગોસ્વામી, કૈલાસ પવાર,યુવરાજ પાટીલ, દિવ્યેશ પટેલ, અટલ મિશ્રા,રવિન્દ્ર ઝોડગે, કિરણ સુરતી,રાજુદાદા પાટીલ,કન્હૈયા પ્રજાપતિ, કેવલસિંગ ગીરાસે, રાજકુમાર જૈન સહિતના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
