July 21, 2025

સુરત જઈ રહેલી ટ્રેનમાં વલસાડ સ્ટેશન પર લાગી આગ: જાનહાની ટળી

વલસાડ રેલવે સ્ટેશન પર એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી આ ઘટનાને કારણે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ ટ્રેનમાં આગ કઇ રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી પરંતુ જાનહાની ટળતાં તંત્રએ હાશકારો લીધો હતો.

આજે બપોરે વલસાડ સ્ટેશનથી થોડે દૂર આવેલા છીપવાડ જકાતનાકા પાસે એક ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી, શ્રીગંગાનગરથી તિરુચિરાપલ્લી રૂટની આ ટ્રેન વલસાડથી સુરત જઇ રહી હતી તે દરમિયાન અચાનક જ આ ટ્રેનનો એક ડબ્બો આગની ઝપેટમાં આવી ગયો હતો. આગ લાગતાં જ સાયરન દ્વારા રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેક પર પહોંચી હતા અને બચાવ કામગીરી પણ શરૂ કરી દીધી હતી સાથે જ રેલવે ટ્રેક પર રેલવેના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને ફાયર એક્સત્રિમેશન દ્વારા આગને ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે ટ્રેનના ડબ્બામાં લાગેલી આગમાં કોઇ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.