શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત યુવા પાંખ દ્વારા કરાયું સેવાકાર્ય

તારીખ ૨૯/૧૦/૨૦૨૩ ને રવિવારે સાંજે ૫-૦૦ કલાકે રાંદેર રોડ ખાતે આવેલ સેવા વસ્તી બૉમ્બે કોલોની દીવાળી નિમિત્તેમાં નાના બાળકો કે જેમની ઉંમર ૧ થી ૪ વર્ષ સુધીના હોય તેવા કુલ ૮૦ જેટલાં બાળકોને નવા કપડાંનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ ભૂલકાઓના નવા કપડાં મનીષભાઈ શાહ (સાયણ) તરફથી ભેટ આપવા માં આવ્યાં હતા જેથી બ્રહ્મ સમાજ સુરત તેમનો હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવે છે.

આ કાર્યક્રમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના પ્રમુખ જયદીપ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો જેને સફળ બનાવવા માટે રવિ જાની, આકાશ જોષી, પ્રથમ જોષી, રાહુલભાઈ ત્રિવેદી, કરણ ઠાકર, હર્ષ રાવલ, તરૂણભાઈ જોષી, દક્ષેશભાઈ ભટ્ટ તથા સ્થાનિક આગેવાન સુરેશ વાઘેલા એ સેવા આપી હતી.