March 29, 2026

સરકારી ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓનું ફેરવેલ ફંક્શન યોજાયું

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સરકારી ફિઝિયોથેરાપી કોલેજના ઈન્ટર્ન વિદ્યાર્થીઓનું ફેરવેલ ફંક્શન યોજાયું હતું. ફિઝિયોથેરાપીના અભ્યાસ બાદ ઈન્ટર્ન તરીકે સેવા આપનારા આ વિદ્યાર્થીઓની ફિઝિયોથેરાપીસ્ટ તરીકેની ભવિષ્યની કારકિર્દી માટે પ્રિન્સિપાલ ડૉ.મનમીત કૌર ગિલ ઉપરાંત ડો. નિશાંત તેજવાણી સહિતના વિદ્વાન તબીબો તેમજ સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું આયોજન કોલેજના જનરલ સેક્રેટરી પાર્થ સુતરીયા તેમજ સાંસ્કૃતિક સચિવ ચારુલ સોઢાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ઈન્ટર્નશીપ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓની ફિઝિયોથેરાપી દ્વારા સેવા આપનારા અને તેમના મોઢા પર સ્મિત લાવનારા આ ઈન્ટર્ન્સની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.