February 11, 2026

થાણેમાં નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડવાથી 16ના મોત

મહારાષ્ટ્રના થાણેમાં વહેલી સવારે એક કરુણ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ છે. સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાના નિર્માણ દરમિયાન શાહપુર પાસે એક ગર્ડર લોન્ચિંગ મશીન પડવાથી 16 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે આ ત્રણ ઘાયલોને શાહપુર તાલુકાની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

ઘટના સંદર્ભે મળતી માહિતી મુજબ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેમાં પુલ તૈયાર કરવા માટે મશીનનો ઉપયોગ થઈ રહ્યો હતો. ગર્ડર મશીનને જોડતી ક્રેન અને સ્લેબ 100 ફૂટ ઉપરથી નીચે પડ્યા હતા. આ દુર્ઘટનામાં 16માં કરુણ મોત થયા છે જયારે કેટલાક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.