સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા ચેસ ઓપન ટુર્નામેન્ટ યોજાઈ

સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા ચોથી ચેસ એડવોકેટ ઓપન ચેસ ચેમ્પિયનશિપ -૨૦૨૫ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ. જેમાં સુરત જિલ્લા વકીલ મંડળના સભ્યો શ્રી હેમંતભાઈ ચાહવાળા, ડોક્ટર શ્રી નસીમભાઈ કાદરી, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી અજયભાઈ ગોંડલીયા, શ્રી સાગરભાઇ વેલ્ધી, શ્રી કવનભાઈ પટેલ તથા રોનિકાબેન ચૌહાણ નાઓએ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે આર્થિક યોગદાન આપેલ છે.
ટુર્નામેન્ટમાં કુલ 85 વકીલમિત્રોએ ભાગ લીધો હતો જેને બે ભાગમાં રમાડવામાં આવેલ. સુરત જિલ્લા વકીલ મંડળના સભ્યો તરીકે નોંધાયેલા હોય તે વકીલશ્રીઓ તથા સભ્યો તરીકે નોંધાવવાના બાકી હોય તેવા વકીલ શ્રીઓની ટુર્નામેન્ટ અલગ યોજવામાં આવેલ જેમાં નોંધાયેલા સભ્યો ની ટુર્નામેન્ટમાં કુલ ૭૫ ખેલાડીઓ પૈકી શ્રી હેમિલ નવકાકડી ચેમ્પિયન થયેલ છે, રનર્સ અપ શ્રી અનિલ જાદવ, ત્રીજા નંબરે શ્રી દુર્ગા તિવારી, ચોથા નંબરે જશુભાઈ કલસરિયા તથા પાંચમા નંબર ઉપર શ્રી નિલેશ જે. પટેલ વિજેતા થયેલ છે, તે ઉપરાંત શ્રી જીતુભાઈ ટેલર સિનિયર સિટીઝન ના વિજેતા થયા છે તથા શ્રીમતી નીતાબેન ત્રિવેદી બેસ્ટ મહિલા પ્લેયર તરીકે વિજેતા થયેલ છે.
સભ્ય બનવાના બાકી હોય તેમાં શ્રી જીમિત શાહ ચેમ્પિયન થયા હતા જ્યારે શ્રી રાકેશભાઈ પરમાર રનર અપ થયા હતા. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન શ્રી નિલેશભાઈ જે. પટેલ તથા શ્રી પ્રશાંતભાઈ રાવલ દ્વારા કરવામાં આવેલ. ટુર્નામેન્ટના અંતે તમામ વિજાતાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ. તથા સ્પોન્સરશિપ થયેલ તે તમામને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવેલ.
આ ટુર્નામેન્ટ દરમિયાન શ્રી સંજયભાઈ પટેલ ના દ્વારા હવે પછીની ચેસ ટુર્નામેન્ટમાં આજીવન ટ્રોફીના સ્પોન્સર તરીકે રહેવાની જાહેરાત કરેલ છે તથા શ્રી સાગરભાઇ વેલ્ધી ના ઓએ ચેસ ટુર્નામેન્ટમાં આજીવન સવારે નાસ્તાનું આયોજન માટે સ્પોન્સરશિપ જાહેર કરેલ છે તથા ડોક્ટર શ્રી નસીમભાઈ કાદરી નાઓએ આવી ટુર્નામેન્ટમાં હંમેશા સહયોગ આપવાની તૈયારી દર્શાવેલ છે.
