ચૌટાબજાર હનુમાનજી મંદિરનો પાટોત્સવ ઉજવાયો

માગશર વદ ચોથ, તા ૮/૧૨/૨૦૨૫ સોમવારે ચૌટા બજાર સ્થિત હનુમાનજીના પૌરાણિક મંદિરના પાટોત્સવ નિમિત્તે કર્મકાંડી ભુદેવ શ્રી વિરાજ જોષી એ ટ્રસ્ટી શ્રી જતીનભાઈ હોરા, લાલભાઈ કણિયા તથા મંદિરના દેવ સેવક શ્રી અનિલ જાની, શ્રી બકુલ જાની, શ્રી જયેશ જાની ની ઉપસ્થિતિ માં સાંજે ૭ વાગ્યે આરતી કરાવીને પ્રસાદનું વિતરણ કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાહવો લીધો છે.મંદિરને ફુલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આરતી પછી સાંજે ૭:૩૦ વાગ્યે સુંદર કાંડ પાઠના પથન નું આયોજન કરાયું છે , જેને શ્રી દિવ્યકાંત શુક્લ અને શ્રી ધ્રુવેશ શુકલ એ ગાયું છે.આશિષ કાપડિયા, ભૌતિક ગાંધી, સમીર સોની, ભાવિન ત્રિવેદી, સેન્કી સોની, પ્રશાંત સોની, હિમાંશુ ચાપાનેરિયા, સંદિપ વરિયાવ વાલા, પ્રશાંત કાપડિયા, રવિ ગાંધી તથા આજુ બાજુના રહેવાસીઓ તથા દુકાનદારો એ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી છે. અંતે મહાપ્રસાદી લઈને દરેક ભાવિક ભક્તો છુટા પડ્યા છે.
