June 28, 2026

બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન

  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા 170 તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરાયું સાથે સંગીત નાટ્ય અકાદમી દિલ્હી દ્વારા શ્રેષ્ઠ દિગ્દર્શન તરીકે રાષ્ટ્રીય પારિતોષિત મેળવનાર શ્રી કપિલ દેવ શુક્લનું પણ વિશેષ સન્માન કરાયું

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનીત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ 2025- 26 માં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવા બ્રહ્મસમાજના આ વર્ષે 170 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના મનોબળને પ્રોત્સાહિત અને પ્રેરણા પૂરી પાડવા માટે વિશેષ સુરતમાં વસતા નાટ્ય ક્ષેત્રના મહાન નાટ્યવિદ શ્રી કપિલ દેવ શુક્લ, શ્રી મયંક સુમંતરાય ત્રિવેદી, શ્રી ગોપાલ દવે અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા છેલ્લા 4 વર્ષથી સુરતમાં વસતા બ્રહ્મસમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.

આ વર્ષે તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ 2026 કાર્યક્રમ અડાજણ ખાતે આવેલ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમ ખાતે ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે સુરત જિલ્લામાંથી 170 જેટલા વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. જુદા જુદા ત્રણ કેટેગરીમાં 170 જેટલા વિદ્યાર્થીઓને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહિત કરી તેમને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 10માં 110 વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સના 30 વિદ્યાર્થીઓ, 12 સાયન્સના 21 વિદ્યાર્થીઓ ,12 આર્ટસના 2 વિદ્યાર્થીઓ અને સાથે 7 સ્પેશિયલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ મળી 170 વિશેષ તેજસ્વી તારલાઓને શિક્ષણવિદો, કોલેજના અધ્યાપકો, ડોક્ટરો,વકીલો, સરકારી અધિકારીઓ અને નિવૃત્ત સૈનિકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. 7 સ્પેશિયલ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં ભારત નાટ્યમ, કરાટે, ટેબલ ટેનિસ, ભરત નૃત્ય, જીમ્નાસ્ટીક અને ચિત્રકલા ક્ષેત્રમાં નેશનલ લેવલે સિધ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.

આ વર્ષે બ્રહ્મસમાજના તેજસ્વી વિધાર્થીઓનું સન્માન સાથે નાટ્ય ક્ષેત્રના મહાન નાટ્યવિદ ને શ્રેષ્ઠ દિગ્દર્શક માટે સંગીત નાટ્ય અકાદમી દિલ્હી પુરસ્કાર મેળવનાર શ્રી કપિલદેવ શુક્લનું વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના પ્રમુખ જયદીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેજસ્વી વિધાર્થીઓના સન્માન સમારોહનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળી રહે.અને બ્રમ્હસમાજના જુદા જુદા વર્ગના લોકો જોડાઈ તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. તેજસ્વી તારલાઓના સન્માનના કાર્યક્રમમાં દર વર્ષે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ને ખૂબ જ સારો પ્રતિસાદ લોકો દ્વારા મળે છે. ગત વર્ષે 122 જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું.આ વર્ષે 170 જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ વર્ષે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા, યુવા પાંખ, મહિલા પાંખ ના કાર્યકર્તાઓ મળી કુલ 450 થી વધુ બ્રહ્મસમાજના લોકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.સંપર્ક શુત્ર જયદીપ ત્રિવેદી૯૮૨૫૧ ૪૮૨૪૯ સોશિયલ મીડિયા ઈનચાર્જરવિ જાની૯૯૭૯૪ ૨૮૨૨૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *