February 11, 2026

શ્રી સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ સુરતનો સ્નેહમિલન સમારોહ યોજાયો

🌸🙏 હર હર મહાદેવ | જય પરશુરામ 🙏🌸

શ્રી સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ, સુરત દ્વારા તા. 11 જાન્યુઆરી 2026, રવિવારના રોજ ડુમસ રોડ, સુરત ખાતે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ હર્ષોલ્લાસભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો.

કાર્યક્રમની શરૂઆતમાં ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ દવે, મંત્રી શ્રી ભાવેશભાઈ પંડ્યા, ખજાંચી શ્રી હિતેશભાઈ શુક્લ તેમજ કરોબારી સભ્યો શ્રી નવીનભાઈ રાવલ, શ્રી ભરતભાઈ પાધ્યા અને ડૉ. શ્રી શ્રીકાંતભાઈ ઠાકરના કરકમળે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.રવિવારનો વિશેષ દિવસ હોય શ્રી આદિત્ય હૃદયના પાઠ તથા શ્રી મહિમ્ન સ્તોત્રના 51 પાઠ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નાના બાળકો થી માંડીને વડીલ સભ્યો સુધી શ્રી પૂજાબેન આચાર્ય અને શ્રી ચૌલાબેન દવે દ્વારા વિવિધ રમતો અને મનોરંજન પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ સભ્યોનો પરિચય તેમજ સમાજના 70 વર્ષથી વધુ વયના વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું.

આ સ્નેહ મિલન કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, સુરતના પ્રમુખ શ્રી જયદીપ જી. ત્રિવેદી, ઉપપ્રમુખ શ્રી બિપિનચંદ્ર ત્રિવેદી, શ્રી હરેશભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, સુરત દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ અને સમાજલક્ષી કામગીરી અંગે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી હિતેશભાઈ શુક્લ, શ્રી મનીષભાઈ દવે, શ્રી ભાવેશભાઈ પંડ્યા, શ્રી નિકુંજ આચાર્ય, શ્રી હેમાંગભાઈ પાધ્યા તથા શ્રી દેવિકાબહેન દવેએ વિશેષ મહેનત, આયોજન ક્ષમતા અને સમર્પણ સાથે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જેના પરિણામે કાર્યક્રમ સુચારુ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો.કાર્યક્રમના અંતે શ્રી હિતેશભાઈ શુક્લ દ્વારા આભાર વિધી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત સૌએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લીધો અને ભવિષ્યમાં ફરી પાછા મળવાની આશા સાથે સૌ આત્મીય ભાવ સાથે વિદાય લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *