February 11, 2026

નશાની જાળ, અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો 12 કરોડનો હાઈડ્રો. ગાંજો

  • વડોદરાનો એક અને પંજાબના જલંધરના ત્રણ મુસાફર ટ્રોલીબેગમાં 12.400 કિલો ગાંજો છૂપાવીને લાવ્યા હતા

અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 12 કરોડથી વધુની કિંમતના 12.400 કિલો હાઈડ્રોપોનિક ગાંજા સાથે ચારની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટે બાતમીને આધારે બેંગકોકથી આવેલી મલેશિયા એરલાઈન્સની ફ્લાઈટમાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ચાર ભારતીય મુસાફરોની ટ્રોલી બેગની તલાશી લેતા, બેગની નીચેના ભાગે છૂપાવેલો ગાંજો મળી આવ્યો હતો.
AIUએ અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રિતની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે ચાર પૈકીના ત્રણ પંજાબના જલંધરના રહેવાસી જ્યારે એક વ્યક્તિ વડોદરાનો છે. હાઈડ્રોપોનિક એટલે કે હાઈબ્રિડ ગાંજો ખૂબ ઊંચી કિંમતે વેચાય છે. મલેશિયાથી આ ગાંજો ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય માટે લવાયો હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. અલબત્ત આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તેની સઘન પૂછપરછ શરૂ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *