cold blooded murder સુરતના લિંબાયતમાં પત્નીએ પતિની ક્રૂર હત્યા કરી

- લિંબાયતનો ઈશરત મહિને એક વખત સુરત આવી અત્યાચાર ગુજારતો, સેક્સવર્ધક દવા લઈને રીતસરનો ત્રાસ ગુજારતો હતો
ગઈ તા.5મીના રોજ સુરતની સ્મીમેર હોસ્પિટલ (hospital)માં હૈદર અલી નામના યુવકનું મોત નીપજ્યું હતું. સામાન્ય ગણાતા આ મૃત્યુમાં એક વળાંક આવ્યો અને ચોંકાવનારી વિગતો બહાર આવી કે તેનું મોત કુદરતી નથી પરંતુ તેની હત્યા કરાઈ છે, તે પણ તેની પત્નીના હાથે.
હકીકત એવી હતી કે લિંબાયતમં રહેતાં અને મુંબઈમાં નોકરી કરતો હૈદર અલી 1લી જાન્યુઆરીએ સુરત આવ્યો હતો. બીજા દિવસથી તેની તબિયત લથડવાની શરૂ થઈ અને તેને સ્મીમેર હોસ્પિટલ દાખલ કરાયા બાદ તેનું મોત નીપજ્યું. હૈદર અલી મૂળ બિહારનો હતો, જેથી તેના ભાઈએ હૈદરના મૃતદેહને વતન લઈ જઈ ત્યાં દફન કરવાની તૈયારી કરી હતી. જો કે આ દરમિયાન હૈદરની પત્નીએ વિરોધ કર્યો અને અહીં જ દફનવિધિ કરવાની જીદ પકડી. હૈદરના ભાઈને શંકા જતાં તેણે પોલીસ (police)ને જાણ કરી.
પોલીસને પણ સમગ્ર પ્રકરણ શંકાસ્પદ લાગતાં પોસ્ટમોર્ટમ કરાવ્યું તો રિપોર્ટ (report)માં એવું આવ્યું કે તેનું મોત કુદરતી ન હતું. તેને ઝેર આપવામાં આવ્યું હતું, ગળું અને છાતી દબાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પોલીસે તેની પત્ની ઈશરતની ઉલટતપાસ શરૂ કરી તો વધુ ચોંકાવનારી હકીકત સામે આવી.
ઈશરતે એવું કબૂલ્યું કે હૈદર મહિનામાં એક વખત સુરત આવતો અને તે વખતે તે સેક્સવર્ધક દવા લઈ શારીરિક અત્યાચાર કરતો, લોહી નીકળે ત્યાં સુધી માર મારતો. આ નરકથી છૂટવા તેણે પતિને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. 1લી જાન્યુઆરીએ હૈદર આવ્યો ત્યારે ઈશરતે તેને હળદરવાળા દૂધ (milk)માં ઉંદર મારવાની દવા ભેળવીને આપી દીધી. ઝેરની અસર ધીરે ધીરે વધતાં હૈદર અશક્ત થવા લાગ્યો અને લાગ જોઈને ઈશરતે તેનું ગળું દાબ્યું, છાતી દાબી અધમૂઓ કરી નાંખ્યો હતો.
પોલીસે ઈશરતની કબૂલાતને આધારે તેની સામે હત્યા (murder)નો ગુનો નોંધી સંલગ્ન કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ગુનામાં ઈશરત સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? કે પછી અન્ય કોઈ સ્ટોરી બહાર આવે છે કે કેમ? તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
