તેલુગુ સમાજ દ્વારા સુરતમાં ભક્તિભાવથી ઉજવાયો ભગવાન રામ અને સીતા માતાનો કલ્યાણ મહોત્સવ

સુરત શહેરમાં રહેતા તેલુગુ સમાજના લોકો તારીખ 20/03/2026 શુક્રવારના રોજ રામસીતાના વિધી પૂર્વક લગ્ન વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉજવણી કરિ હતી. તેલંગાના રાજ્ય કોનતાગુડેમ (ભદ્રાદ્રિ) જિલ્લામાં ગોદાવરી નદીના કાંઠે બદ્રાચલમ માં આવેલ રામ મંદિરમાં જે વિધિ કરવામાં આવે છે તે જ પ્રકારની વિધિ સુરતમાં રહેતા તેલુગુ સમાજના લોકો લિંબાયત પ્રતાપ નગરમાં આવેલ માર્કંડેશ્વર મહાદેવ મંદિરમાં, સુડા સહકાર રેસીડેન્સી કુંભારીયા, સહજાનંદ સોસાયટી બાલાજી નગર, ભાગ્યનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ, આશાપુરી કલ્પના સોસાયટી, કૈલાસ સોસાયટી, પ્રિયંકા સોસાયટી અને સુમનગંગામાં પરંપરા મુજબ ભગવાન રામ અને સીતાના વિધિપૂર્વક લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નની તમામ વિધિઓ શ્રીરામ અને સીતાની મૂર્તિના સમક્ષ મંત્રોચ્ચાર કરી બ્રાહ્મણો દ્વારા લગ્ન કરાવવામાં આવ્યા બાદ શ્રીરામ અને સીતા માતાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. લોકોએ પરંપરા મુજબ આરતી, પાણી સાથે ધૂપ દીપ અર્પણ કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું.તેલુગુ સમાજના લોકો તેમજ શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક ભાગ લઇ પ્રસાદનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો શ્રી કુસુમાં શ્રીનિવાસ, દાસરી સૂર્યનારાયણ, ગુંડુ વિશ્વનાથન,રાપોલુ બુચિરામુલુ, વેનમ શ્રી રામુલુ,સાગર વેલ્ધી, બાલને સત્યનારાયણ, તુમ્મા રમેશ, કવિતાબેન એનાગંદુલા,કોડુનુરી શ્રીનિવાસ, દુસ્સા ઉપેન્દર,વેંકટરામ નરસૈયા તાલી શેટ્ટી, પ્રભાકર કુરાપાટી, નરસિંહ આરકાલ, યેલગમ શ્રીનિવાસ, કોંડલે રાજેશ, વેંકન્ના આડેપૂ, મોહન તાટીપામુલા, કોમટી શ્રીનિવાસ, બુધારપુ પ્રસાદ,કોંગા બીક્ષપતિ,કરુણાકર એનાગંદુલા,રાપોલુ કૃષ્ણ, ચિલુકા સુરેશ, કોટા સાગર,ગોને સોમૈયા વગેરે યોગ્ય ફાળો આપ્યો હતો. સીતારામ કલ્યાણ મહોત્સવ નિહાળવા માટે માજી ડે. મેયર શ્રી નરેન્દ્ર પાટીલ,માજી ડ્રેનેજ સમિતિ ચેરમેન શ્રી વિક્રમ પાટીલ,સુડા સહકાર રેસીડેન્સી ના પ્રમુખ શ્રી બિપિન સિંઘ અને શ્રી મિનેશભાઈ વગેરે હાજર રહ્યા હતા.
