ચારેક દિવસ આકાશમાંથી અગનગોળા વરસશે

- સુરત, ગુજરાત રાજ્ય જ નહીં, સમગ્ર દેશમાં હિટવેવની સ્થિતિ રહેવાની શક્યતા
- મોટાભાગના ક્ષેત્રોમાં તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ પહોંચવાની આગાહી
- સરકાર દ્વારા ગરમી અને લૂથી બચવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી
સુરત, તા. 24 ઉનાળો તેની ચરમસીમાએ છે ત્યારે ગરમી પડે તે સ્વાભાવિક છે. પરંતુ આગામી ચારેક દિવસ સુરત અને ગુજરાત રાજ્ય ઉપરાંત દેશમાં મોટાભાગના ક્ષેત્રોમાં આકરી ગરમીની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 29મી સુધી કાળઝાળ ગરમીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચે તેવી ભીતિ છે.

આ સાથે જ Windy એપમાં પણ સમગ્ર દેશમાં આગામી પાંચેક દિવસ કાતિલ ગરમી દર્શાવતા ચિત્રણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જે એવું સ્પષ્ટ દર્શાવે છે કે આગામી પાંચેક દિવસ તો ગરમીથી કોઈ રાહતના અણસાર નથી. બલ્કે ગરમીની આક્રમકતા વધે તેવી શક્યતા વધુ છે.

આવા સંજોગોમાં જ સરકારના હવામાન વિભાગ દ્વારા ગરમી અને લૂથી બચવા માટે કેટલીક માર્ગદર્શિકા માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. લોકોને આ સૂચનોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું
હિટ વેવની આગાહીના પગલે નાગરિકો સ્વ-આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી
માહિતી બ્યુરો-સુરત:શુક્રવાર: રાજ્યમાં હાલ હિટ વેવની તીવ્ર અસર વર્તાઈ રહી છે. આગામી દિવસો દરમ્યાન હિટ વેવની અસર વધવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલ જિલ્લામાં હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સુચનો અનુસરવા અનુરોધ કરાયો છે.

આટલું કરો. . . . . . . . . . . . .
રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિષેની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. વાઈ, હ્ર્દય,કીડની કે યકુત સંબધિ બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહી ની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહિનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહિ લેતા પહેલા ડૉકટર ની સલાહ લેવી. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનુ ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો.વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો.જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપી થી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃદ્ધો,બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લુનો ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે.તેમની વિશેષ કાળજી લો.

કામદાર અને નોકરીદાતા માટે: આટલું કરો. . . . . . . . . . . . .
કાર્યના સ્થળે પીવા ના ઠંડા પાણીની વ્યવસ્થા કરો.તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્ધ પાણી, છાસ, ઓ.આર.એસ, બરફ ના પેક, પ્રાથમિક સારવારની પેટી ની વ્યવસ્થા કરો. કાર્ય કરતી વખતે સીધો સુર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિ ને ટાળો, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવો. બહારની પ્રવુત્તિઓ માટે વિશ્રાંતિ સમય અને તેની સંખ્યા વધારો. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયલ નથી તેમણે હળવુ તેમજ ઓછી અવધી માટે કામ આપો. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપો. કામદારોને હીટ વેવ એલર્ટ વિશે માહિતગાર કરો. શક્ય હોય ત્યા સુધી ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરો. ઢીલા કપડા પહેરો અને ઠંડા પાણીમાં વારવાર સ્નાન કરો. આપના કાર્યાલય કે રહેઠાણ ના સ્થળે આવતા ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવો,કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનનો ઉપયોગ કરો. જો તમને ચક્કર આવતા હોય કે બિમાર હોવ તો તબીબી સલાહ લો અથવા ઘર ના કોઈ સદ્સ્ય ને કહો કે તમને તબીબ પાસે લઈ જાય.
ઘરને શીતળ રાખવા માટે : આટલું કરો. . . . . . . . . . . . .
ઘરની દીવાલો ને સફેદ રંગ થી રંગો.ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે ફુલ રુફ ટેક્નોલોજી, હ્વાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો ફુલ ઇન્સ્યુલેશન નો ઉપયોગ કરો.સૂકા ઘાંસ ની ગંજી છત ઉપર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સુર્યપ્રકાશ ને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કવર વાળા પુંઠા લગાવો. ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે બારીઓ ખોલો. બને ત્યાં સુધી નીચેના માળ ઉપર રહો, લીલા રંગના છાપરા, ઈન્ડોર છોડ મકાન કે કુદરતી રીતે ઠંડું રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે અને તેમાથી બહાર નીકળતી વધારાની ગરમીને ઓછી રાખે છે. એયર કંડીશનરનુ તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો. આને કારણે તમારું વિજળીનું બિલ ઓછું કરશે અને સાથે તમારી સ્વસ્થતાનું પણ ધ્યાન રાખશે. નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ચણતર કરો કે ગરમીને રોકશે અને વધુ હવાને પરસ્પર થવા દેશે. દીવાલ ને રંગવા માટે ચુનો અથવા કાદવ જેવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરો.બાંધકામ પુર્વે મકાન બાંધકામ ના નિશ્રાંત ની સલાહ લો.
લુ લાગેલ વ્યક્તિની સારવાર . . . . . . . . . . . . .
ભીના કપડા નો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો.શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ.અથવા લીંબુ સરબત/તોરાની જેવું પ્રવાહિ આપો.વ્યક્તિ ને તાત્કાલિક નજીક ના સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર લઈ જાવ. જો શરીરનુ તાપમાન એકધારૂ વધતું હોય, માથાનો અસહ્ય દુ:ખાવો હોય, ચક્કર આવતા હોય. નબળાઈ, ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો. ……….
આટલુ ન કરો. . . . . . . . . . . . . . બપોર ના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી તડકા માં ન જાવ,જ્યારે તમે બપોરના બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવુત્તિ ન કરો. ઉઘાડા પગે બહાર ન જાવ.આ સમયે રસોઈ ન કરો રસોડામાં હ્વાની અવર જવર માટે બારી બારણા ખુલ્લા રાખો. શરીર માથી પાણીનુ પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમકે શરાબ,ચા,કોફી,સોફટ ડ્રીક્સ ન લો,પ્રોટીન ની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહાર ને ત્યજો.
કૃષિ વિષયક: આટલુ કરો. . . . . . . . . . . . . .
ઉભા પાક ને હળવુ તેમજ વારવાર સિંચન કરો. પાક વિકાસની મહ્ત્વના સ્તરે સિંચાઈ ની માત્રા વધારો.નિદામણ કરી ને જમીન ના ભેજ નું પ્રમાણ જાળવો.વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટ વેવ કે લુ ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લર થી સિંચાઈ કરો.
પશુપાલન-આટલુ કરો . . . . . . . . . . . . .
પશુઓને છાંયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુષ્કળ પ્રમાણમાં આપો.તેમની પાસે થી સવારના ૧૧ વાગ્યા થી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો. આશ્રય સ્થાનનુ તાપમાન ઓછું કરવા માટે તેના છત ને ઘાસ ની ગંજી થી ઢાંકો, અથવા તો છાણ કાદવ અથવા સફેદ રંગ થી રંગો. આશ્રય સ્થાનમાં પંખા લગાવો,પાણીનો છટકાવ કરો કે, ફોગસ લગાવો બહુ જ ગરમી હોય તેવા સંજોગોમાં પાણીનો છટકાવ કરો અથવા પશુ ને પાણી ના હવાડા નજીક લઈ જઈ જાવડઅહારમાં તેમને લીલો ચારો આપો. પ્રોટીન્ચરબી વગરનો આહાર આપો, ખનીજ દ્ર્વ્ય યુક્ત ખોરાક આપો. જ્યારે બહુ ગરમી મ પડતી હોય એ સમયે ચરાવા લઈ જાવ.મરઘા ઉછેર કેંદ્ર માં પડદા લગાવો અને હવા ઉજાસ ની યોગ્ય વ્યવ્સ્થા કરો. બપોરના સમયે પશુઓ ને ચરવા ન લઈ જાવ.
(તમામ ફોટો સૌજન્ય windy.com)
