August 20, 2026

બ્રહ્મ સમાજ મહિલા-યુવતી પાંખ સુરત દ્વારા 79મા સ્વાતંત્ર્ય દિને ભવ્ય સાંસ્કૃતિક ઉજવણી: 56થી વધુ બહેનોએ રાષ્ટ્રપ્રેમની કૃતિઓ રજૂ કરી

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ – સુરત મહિલા પાંખ તથા યુવતી પાંખ દ્વારા ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બદ્રીનારાયણ મંદિર અડાજણ સુરત ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના નાના બાળકોથી લઇ મોટી ઉંમરના અને આગેવાનો ઉપસ્થિત રહી દેશભક્તિના રંગમાં રંગાયા હતા.

સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત મહિલા પાંખ તથા યુવતી પાંખ દ્વારા આ વખતે 79 માં સ્વાતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા સાંસ્કૃતિક અને દેશભક્તિના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની મહિલા પાંખ તથા યુવતી પાંખની 56થી વધુ બહેનોએ દેશભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જેમાં મહિલા – યુવતી પાંખ દ્વારા ક્રાંતિકારીઓની વેશભૂષા ,દેશભક્તિ થીમ પર ફેશનશો ,દેશભક્તિ નૃત્ય ,ક્રાંતિકારીઓ પર એક પાત્રિય અભિનય ,દેશભક્તિ ગીતોનું ગાયન રજુ કરી વિશેષ દેશભક્તિમય માહોલ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દેશભક્તિના રંગમાં રંગાઈ વિશેષ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.અને કાર્યક્રમમાં 200થી વધુ બહેનોએ ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. ઉપસ્થિત મહેમાનો તથા સમાજના આગેવાનો દ્વારા બહેનોની વિવિધ પ્રસ્તુતિઓને બિરદાવવામાં આવી હતી.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ – સુરતના પ્રમુખ શ્રી જયદીપ ઘનશ્યામ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન તરીકે PSI શ્રીમતી એન. ટી. પુરાણી, રિટાયર્ડ એક્સાઇઝ સુપરિન્ટેન્ડન્ટ શ્રી અરવિંદભાઈ ભટ્ટ તથા શ્રીમતી રૂપલબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ – સુરતના મહામંત્રી શ્રી નિકુંજ આચાર્ય તથા યુવા પાંખના પ્રમુખ શ્રી રવિ જાની ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.મુખ્ય મહેમાન શ્રીમતી એન. ટી. પુરાણી (PSI) દ્વારા પ્રસંગોચિત સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને તેના દૂષણોથી સમાજની દીકરીઓ ગેરમાર્ગે ન દોરાય તે અંગે તેમણે મહત્વપૂર્ણ માહિતી અને જાગૃતિપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. દીકરીઓએ સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક અને સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ તેમજ પોતાની સુરક્ષા અને ભવિષ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ તે અંગે તેમણે સમજ આપી હતી.

કાર્યક્રમને સફળ આયોજન માટે મહિલા પાંખ અને યુવતી પાંખના કન્વીનર શ્રીમતી બિન્દુબેન દવે, શ્રીમતી સીમાબેન રાવળ, શ્રીમતી જીજ્ઞાબેન ઠાકર, શ્રીમતી પ્રિયાબેન ભટ્ટ તથા યુવતી પાંખ ના કુ. શ્રી દર્શના ભટ્ટ, કુ. શ્રી શ્વેતા ઉપાધ્યાય, કુ. શ્રી વિશ્વા ઠાકર, કુ. શ્રી જીયા ત્રિવેદી એ વગેરે મહેનત કરી હતી તથા સહયોગી બહેનોએ ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી. સમગ્ર આયોજનમાં એકતા, સંસ્કાર, સર્જનાત્મકતા અને રાષ્ટ્રપ્રેમનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. આ તમામના સાથ સહકારથી “દેશપ્રેમ સાથે સંસ્કાર, સંસ્કાર સાથે સંગઠન અને સંગઠન સાથે સમાજની પ્રગતિ”ના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમ સૌ માટે યાદગાર બની રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો