February 11, 2026

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા યોજાયો મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ: ૧૫૬ લોકોએ લાભ લીધો

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતની મહિલા પાંખ અને યુવા પાંખ દ્વારા આજે ચેરીશ હોસ્પિટલ & ફર્ટિલિટી સેન્ટરના સહયોગથી એક ભવ્ય મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અલથાણ વિસ્તાર ખાતે આવેલા વી.આઈ.પી. ગેલેરીયાના બીજા માળે યોજાયો હતો.આ કેમ્પમાં કુલ ૧૫૬ જેટલા લોકોએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હેલ્થ ચેકઅપ કેમ્પની સફળ બનાવ્યો હતો.શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતની મહિલા પાંખ અને યુવા પાંખ દ્વારા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પની આજે સવારે ૧૧:૦૦ વાગ્યાથી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી શરૂઆત કરવામાં આવી હતી.આ કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ડો. શીતલ જોષી અને બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી જયદીપ ત્રિવેદી સહિત સમાજના અગ્રણીઓએ ભગવાનની પ્રાર્થના બાદ દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનો શુભારંભ કર્યો હતો.

આ કેમ્પમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક અનેક હેલ્થ ચેકઅપની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં * હિમોગ્લોબિન તપાસ * રેન્ડમ બ્લડ સુગર તપાસ * બ્લડ પ્રેશર તપાસ * બોન મિનરલ ડેન્સિટી (BMD) * ફિઝિશિયન ચેકઅપ * ડેન્ટલ ચેકઅપ * જનરલ ગાયનેક ચેકઅપ * વીર્ય એનાલીસીસ * IVF (ઇન્ફર્ટિલિટી) કન્સલ્ટેશન * ડાયેટિશિયન કન્સલ્ટેશન * ફિઝિયોથેરાપિસ્ટ કન્સલ્ટેશન * થાઈરોઈડની તપાસ સહિતની તપાસ વિના મૂલ્ય કરાઈ હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના પ્રમુખ શ્રી જયદીપ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સંસ્થાના સભ્યોએ સઘન પ્રયાસો કર્યા હતા. મહિલા પાંખના સભ્યો દર્શનાબેન રાવલ, પ્રિયાબેન ભટ્ટ, અમિષાબેન જોશી, બિંદુબેન દવે, સીમાબેન રાવલ અને શ્વેતાબેન ઉપાધ્યાયે સક્રિય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, સમાજના મહામંત્રી શ્રી નિકુંજ આચાર્ય, મંત્રી યોગેશભાઈ વ્યાસ, સંગઠન મંત્રી ગૌતમભાઈ પંડિત, સુભાષ શર્મા, યુવા પ્રમુખ શ્રી રવિ જાની, યુવા મહામંત્રી હર્ષ રાવલ અને ઉમંગ રાવલ વગેરેના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણી મહેનત ઉઠાવી હતી.આ કેમ્પ દ્વારા સુરતના બ્રમ્હ સમાજના લોકોને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડીને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજે સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *