ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયર્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અને વિશ્વ જળ દિવસ ની ઉજવણી

ધી ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જીનિયર્સ (ઇન્ડિયા)’ સાઉથ ગુજરાત લોકલ સેન્ટર દ્વારા ૧૦ જૂન ર૦ર૬ ના રોજ મહીડાભવન ઈચ્છાનાથ સુરત ખાતે સાંજે પઃ૦૦ કલાકે “વિશ્વ પર્યાવરણ દિવસ” અને “વિશ્વ જળ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નિમિત્તે ર્ડા. રૂચી શ્રીવાસ્તવ (પ્રિન્સિપાલ, પારૂલ યુર્નિવસિટી), ર્ડા. એસ.એમ. યાદવ (પ્રોફેસર સિવિલ ડિર્પાટમેન્ટ એસ.વી.એન.આઈ.ટી), શ્રી અશોક બોડવાલ (જે.જી.એમ. ક્રિભકો હજીરા સુરત), ર્ડા. કે. ડી. પંચાલ (ચેરમેન આઈ. ઈ. (આઈ) એસ.જી.એલ.સી.), શ્રી દિનાનાથ અકેલા (કોઓર્ડિનેટર) તથા પ્રતિષ્ઠિત શિક્ષણર્વિદો, ઉધોગ નેતાઓ, ઈજનેરો, સંશોધકો અને વિધાર્થીઓ વગેરે હાજર રહ્વા હતાં.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગ્ટ્રય થી કરવામાં આવી હતી.ધ ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જીનિયર્સ, (ઇન્ડિયા)’ સાઉથ ગુજરાત લોકલ સેન્ટર ના અધ્યક્ષ અને વિશ્વકર્મા કનેકટના સ્થાપક ર્ડા. કેતન ડી. પંચાલે તેમના પ્રવચના માં સંસ્થાની વિવિધ પ્રવૃત્તીઓ અને કાર્યક્ષેત્રની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ ”World Environment Day” પર તેમણે જણાવ્યું કે ઈજનેરોમાં પર્યાવારણીય જાગૃતી અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે. તેમજ “”World Water Day” પર તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં જળ સમસ્યા વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનુ છે.
શ્રી દિનાનાથ અકેલા (કોઓર્ડિનેટર) એ પ્રોગ્રામની રૂપરેખા જણાવી હતી. ર્ડા. રૂચી શ્રીવાસ્તવે (પ્રિન્સિપાલ, પારૂલ યુર્નિવસિટી) તેમણે જણાવ્યું કે પર્યાવરણ ના રક્ષણ માટે નાના જંગલો બનાવવા, તેમજ મહીના માં એક વાર ગ્રીન વીક નું આયોજન કરવું જોઈએ તથા પર્યાવરણ બચાવવા પ્લાસ્ટીક નો ઉપયોગ સદંતર બંધ કરવો. તેમજ શાળા કોલેજો, સરકારી કચેરીઓ અને સ્થાનિક સમાજિક સંસ્થાઓ દ્વારા વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવવામાં આવવી જોઈએ.
એસ.વી.એન.આઈ.ટી. ના સિવિલ એન્જિનિયરીંગ વિભાગના પ્રોફેસર ર્ડા. એસ.એમ. યાદવે World Water પર Rain Water Harvesting નું મહત્વ સમજાવતા જણાવ્યુ હતું કે વરસાદી પાણીનો સંગ્રહ એ પાણી બચાવવા અને પર્યાવરણની સુરક્ષા માટે ઉતમ ઉપાય છે. તેનાથી પાણી ની અછત દૂર થાય છે, વીજળી ની બચત થાય છે, જમીનની ગુણવતા સુધરે છે અને ભવિષ્યની જરૂરીયાતો માટે પાણી સંગ્રહિત કરી શકાય છે.આઈ.ઈ.(આઈ.) એસ.જી.એલ.સી.સુરત ના નવા મેમ્બરોને સન્માન પત્ર આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ ભૂતપૂર્વ માનદ સચિવ શ્રી સંદીપ ડાંગી દ્વારા આવનાર મહેમાનો નો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
