June 14, 2026

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ગોડાદરા ખાતે “Walk for Peace & Yoga” રેલી યોજાઈ

સુરત, 21 જૂન : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં બ્રહ્માકુમારીજ સેવાકેન્દ્રો દ્વારા એકસાથે “Walk for Peace & Yoga” રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ગોડાદરા સ્થિત બ્રહ્માકુમારીજ સેવાકેન્દ્ર ખાતે પણ શાંતિ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ આપતી રેલી યોજાઈ હતી.

રેલીમાં સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર ડૉ. રવિંદ્ર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે બ્રહ્માકુમારી રંજના બહેન, બ્રહ્માકુમારી કુમારી ચેતના બહેન તેમજ 50થી વધુ બ્રહ્માકુમારી ભાઈ-બહેનો સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી.

આ રેલી દ્વારા સમાજમાં યોગ, શાંતિ અને સકારાત્મક જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. રેલી દરમિયાન “યોગ અપનાવો, જીવન સંવારો” જેવા પ્રેરણાત્મક સૂત્રો દ્વારા નાગરિકોને પ્રેરણા આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *