June 17, 2026

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ – સુરત દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે : ૨૩ જૂન સુધીમાં ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા અપીલ

સુરત, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ – સુરત ટીમ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર બ્રાહ્મણ સમાજના સુરત શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ ૨૮/૦૬/૨૦૨૬ ને રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે ‘સંસ્કાર ભારતી વિદ્યાલય ઓડિટોરિયમ, શાક માર્કેટ પાસે, પાલનપુર પાટિયા, તારવાડી, રાંદેર રોડ, સુરત’ ખાતે યોજાશે.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શ્રી જયદિપભાઈ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, આ સન્માન સમારોહમાં નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે :

૧. ધોરણ ૧૦ માં ૮૦% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ.
૨. ધોરણ ૧૨ (વિજ્ઞાન/સામાન્ય/આર્ટસ પ્રવાહ) માં ૮૦% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ.
૩. ધોરણ ૯ થી ૧૨ ના એવા વિદ્યાર્થીઓ જેઓએ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રમતગમત અથવા સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી હોય.

ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાની છેલ્લી તારીખ અને નિયમો :

લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ પોતાના જરૂરી દસ્તાવેજો તારીખ ૨૩/૦૬/૨૦૨૬ સુધીમાં સંસ્થાના નિયત કરેલા સેન્ટરો પર રૂબરૂ જઈને જમા કરાવવાના રહેશે. કોઈપણ સંજોગોમાં વોટ્સએપ (WhatsApp) પર ડોક્યુમેન્ટ્સ સ્વીકારવામાં આવશે નહીં.

જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી :

  • માર્કશીટની ઝેરોક્ષ
  • વિદ્યાર્થીના આધાર કાર્ડની ઝેરોક્ષ
  • રમતગમત/સાંસ્કૃતિક ક્ષેત્રના પ્રમાણપત્રની ઝેરોક્ષ (જિલ્લા કક્ષાથી ઉપર)

વિશેષ નોંધ : તમામ ઝેરોક્ષ નકલ પર વિદ્યાર્થીએ પોતાની જ્ઞાતિ/સમાજનું નામ, બે મોબાઈલ નંબર (વાલી તથા વિદ્યાર્થીના) ફરજિયાત લખવાના રહેશે.

ડોક્યુમેન્ટ્સ સ્વીકારવાના મુખ્ય સેન્ટરો અને સંપર્ક :
સુરત શહેરના વિવિધ વિસ્તારો જેવા કે અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, કતારગામ, વરાછા, મોટા વરાછા, અમરોલી, ઉધના, ગોડાદરા, અલથાણ, પીપલોદ, સચિન, ભેસ્તાન અને વેસુ ખાતે સમાજના પ્રતિનિધિઓ દ્વારા સ્વીકારવામાં આવી રહ્યા છે.

બ્રહ્મસમાજના તમામ પરિવારોને આ સેવાનો લાભ લેવા અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ માહિતી માટે સંપર્ક :

શ્રી જયદિપભાઈ ત્રિવેદી (પ્રમુખ) – 9825148249
શ્રી નિકુંજ આચાર્ય (સભ્યપદ માટે) – 96242 62884
શ્રી રવિ જાની (યુવા પ્રમુખ) – 9979428220

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *