September 27, 2026

લાયન્સ ક્લબે દિવ્યાંગ શેલ્ટર હોમ ફોર ગર્લ્સમાં બે એર કૂલર ભેટ કર્યા

વેડરોડ દિવ્યાંગ શેલ્ટર હોમ ફોર ગર્લ્સમાં લાયન્સ ક્લબના સભ્યોએ બે કૂલર ભેટ કર્યા

વેડરોડ દિવ્યાંગ શેલ્ટર હોમ ફોર ગર્લ્સમાં લાયન્સ ક્લબના સભ્યોએ બે કૂલર ભેટ કર્યા

Surat News: લાયન્સ ક્લબ સુરત સ્માર્ટ સિટીના ઉપક્રમે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કતારગામ વેડરોડ, પ્રાણનાથ હોસ્પિટલ પાસે વિજયનગર વિભાગ-2માં કાર્યરત માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ શેલ્ટર હોમ ફોર ગર્લ્સમાં બે એર કૂલરની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગવર્નર દીપકભાઈ પખાલેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફર્સ્ટ લેડી લાયન જ્યોતિ પખાલે, રીજિયન ચેરમેન ડો. રવિન્દ્ર પાટિલ, લાયન મોના દેસાઈ, લાયન હેમલ પટેલ, લાયન નિશા અગ્રવાલ, લાયન સુધા કોચર, લાયન ભાવિન પટેલ, લાયન લતા આભાની, લાયન રાજકુમાર આભાની, લાયન અચય કોચર સહિત ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. લાયન્સ ક્લબ લોકસેવા માટે જાણીતી સંસ્થા છે અને અવારનવાર આવા કાર્યક્રમો યોજતી રહે છે.