September 12, 2026

ડૉ. રવિન્દ્ર સુખલાલ પાટીલની SGCCIની NGO કમિટીના સભ્ય તરીકે નિમણૂક

સુરત: ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા ડૉ. રવિન્દ્ર સુખલાલ પાટીલની વર્ષ 2026-27 માટે NGO Committeeના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ડૉ. રવિન્દ્ર પાટીલ લાંબા સમયથી સામાજિક સેવા, આરોગ્ય, શિક્ષણ તથા સંસ્થાકીય ક્ષેત્રે સક્રિય રીતે કાર્યરત છે. તેઓ સુરત મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર તથા BJP સુરત શહેરના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે.SGCCI દ્વારા આપવામાં આવેલા નિમણૂક પત્રમાં દક્ષિણ ગુજરાતના સામાજિક વિકાસ માટે NGO ક્ષેત્ર સાથે સંકલન, માર્ગદર્શન અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે કમિટી દ્વારા કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

ડૉ. રવિન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે,“SGCCI જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની NGO Committeeમાં સેવા કરવાની તક મળવી મારા માટે ગૌરવની બાબત છે. ઉદ્યોગ જગત, CSR સંસ્થાઓ અને NGO વચ્ચે વધુ સારું સંકલન સ્થાપિત કરીને આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ તથા જરૂરિયાતમંદ લોકો માટે અસરકારક સેવાકીય પ્રોજેક્ટો શરૂ કરવા માટે હું સક્રિય યોગદાન આપીશ.”

તેમણે SGCCIના પ્રમુખ શ્રી અશોકભાઈ જિરાવાલા સાહેબ તથા સમગ્ર SGCCI ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.ફોટો: ડૉ. રવિન્દ્ર સુખલાલ પાટીલસાથે: SGCCI દ્વારા આપવામાં આવેલ નિમણૂક પત્ર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *